________________
[૧૦] ચાંપો વણિક
ચાંપા નામનો એક વણિક એક ગામથી બીજે ગામ જવા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેની પાસે તે વખતે પુષ્કળ ધન હતું. ઘણું ધન તેણે કેડે બાંધેલું હતું. રસ્તામાં તેને ત્રણ લૂંટારુ મળ્યા.
લુંટારુઓએ બૂમ પાડી, “એય કોણ છે? ઊભો રહી જા.” ચાંપાએ ઊંટ ઊભો રાખ્યો. મુખ્ય લૂંટારાએ પૂછયું, “તારી પાસે ધન હોય તે આપી દે. કેટલું ધન છે? બોલ.'
ચાંપો કહે, “ધન તો ઘણું છે. આ શરીર ઉપર ઘણા દાગીના છે તેમ જ કેડે પણ ઘણું ધન બાંધેલું છે. પણ તમે કોણ છો એ તો કહો.” ચાંપો ભારે સત્યવાદી અને એટલો જ નિક હતો.
લૂંટારુ કહે : “અમે લૂંટારા છીએ અને તેને લૂંટવા માગીએ છીએ.”
ચાંપો કહે : “તમે ભીખારી હો તો હું કંઈક દાન આપી શકું. પણ તમે મને લૂંટવા માંગતા હો તો એક કોડી પણ નહિ મળે.
સરદાર કહે : “અમે લૂંટારુ છીએ - કોઈનું દાનધર્માદા લેતા નથી. અમે મર્દ છીએ, લૂંટીને લઈએ છીએ.”
ચાંપો કહે : “તો લડવા તૈયાર થઈ જાઓ. હું પણ મર્દનો બચ્યો છું.'
લૂંટારા અને ચાંપો સામસામા લડવા તૈયાર થયા. ચાંપો છલાંગ મારી ઊંટ ઉપરથી નીચે ઊતર્યો. એક લૂંટારુ કહે “શું તને ઊંટ ઉપરથી બાણ ચલાવતાં નથી આવડતું?”
ચાંપો કહે : “આવડે તો બધું છે, પણ તમે નીચે ઊભા હો અને હું ઊંટ ઉપર બેઠો હોઉં એ લડવામાં અનીતિ કહેવાય. અનીતિનું યુદ્ધ મારાથી ૧. ભય વગરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org