________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૫
સમજે તે માટે તેણે તીક્ષ્ણ કુહાડો પોતાના પગ ઉપર માર્યો અને જોરજોરથી બૂમબરાડા પાડતો બોલ્યો, “મને ઘણું દુઃખ થાય છે. આ વેદના અસહ્ય છે. જલદી કરો. આ મારા દુઃખનો થોડો થોડો ભાગ તમે બધાં ગ્રહણ કરો, જેથી મારું દુઃખ એકદમ ઓછું થઈ જાય.” ત્યારે સ્વજનો બોલ્યા, “જો કોઈ પણ કારણથી અમને દુઃખ ઉત્પન્ન થાય તો અમે તે ભોગવીએ, પણ એવો કોઈ ઉપાય નથી કે બીજાના શરીરનું દુઃખ કે પીડા અન્ય લઈ શકે, માટે અમે લાચાર છીએ. તારું દુઃખ તો તારે જ ભોગવવું રહ્યું.”
હવે સુલતે બધાંને સમજાવ્યું: “તમે પાપ વહેંચી લેવાની વાત કરો છો, તે શી રીતે ભાગે લેશો? માટે હું મારા બાપનો ખોટો ધંધો સહેજ પણ કરનાર નથી.” આમ પોતાનો નિશ્ચય જાહેર કર્યો. આ સાંભળી સઘળાં સગાંઓ મૌન થઈ ગયાં.
પછી સુલસને, મંત્રી અભયકુમારે ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો અને સમ્યક પ્રકારે ધર્મપાલન કરી તે સ્વર્ગે ગયો.
ભરતી અને ઓટનો સરવાળો તેનું નામ સાગર, સુખ અને દુઃખનો સરવાળો તેનું નામ સંસાર.
જેણે પોતાપણું ખોયુ એણે બધુ ખોયુ.
વર્તમાનમાં સમતા અને સંતોષ,
જીવનમાં શાંતિ, મરણમાં સમાધિ, પરલોકમાં સદ્ગતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org