________________
[૬] તેતલિપુત્ર
ત્રિવલ્લી નગરી પર કનકરથ રાજાની આણ પ્રવર્તતી હતી. તેમને રાજ્યનો બહુ મોહ હતો. તે માનતા હતા કે રાજકુમારો મોટા થતાં રાજ્ય માટે બાપને મારી નાખીને રાજા થાય છે, તેથી રાજકુમારો તો જોઈએ જ નહિ. આવી માન્યતાને લીધે તે પોતાની રાણી કમલાવતીને જે પુત્ર થાય તેને જન્મતાં જ મારી નંખાવતો. કમલાવતીથી આ સહન થતું નહીં. પરંતુ શું થાય? સહન કર્યા સિવાય છૂટકો ન હતો. કાળક્રમે તે પુનઃ સગર્ભા થઈ. હવે તે પુત્ર ઝંખતી હતી. જન્મેલો પુત્ર જીવતો રહે તેવી તેની અદમ્ય ઈચ્છા હતી. પુત્ર થાય તો તેને કેવી રીતે જિવાડવો તેનો તે વિચાર કરવા લાગી. આ માટે તેણે રાજાના મંત્રી તેતલિપુત્રને વિશ્વાસમાં લીધો. તેતલિપુત્ર નગરશેઠની પુત્રી પોટિલા સાથે પ્રેમલગ્નથી પરણ્યો હતો. રાણીએ મંત્રીને બોલાવીને કહ્યું, “મને જો પુત્ર થાય તો તમે તેની રક્ષા કરશો એવું વચન આપો.” મંત્રીએ રક્ષા કરવાનું વચન આપ્યું.
એ અરસામાં મંત્રી પત્ની પોટિલા પણ સગર્ભા હતી. દેવયોગે બંનેને એક જ સમયે પ્રસૂતિ થઈ. રાણીએ પુત્રને અને પોટિલાએ પુત્રીને જન્મ આપ્યો. અગાઉ નક્કી કર્યા પ્રમાણે તેતલિપુત્રે એ નવજાત સંતાનોની અદલાબદલી કરી નાખી. નગરમાં જાહેર થયું કે, રાણીને ત્યાં પુત્રીનો જન્મ થયો છે અને મંત્રીને ત્યાં પુત્રનો જન્મ થયો છે. મંત્રીએ રાણીના પુત્રનું નામ કનકધ્વજ રાખ્યું કાળક્રમે કનકરથ રાજા મૃત્યુ પામતાં મંત્રીએ અને રાણીએ કનકધ્વજને રાજગાદી પર બેસાડ્યો. કનકધ્વજ મંત્રી તેતલિપુત્રનું ખૂબ જ માન જાળવતો અને તેની સલાહ પ્રમાણે રાજ્યકારોબાર ચલાવતો.
પુરુષનું મન ભ્રમર જેવું છે. તેતલિપુત્રનું મન સમય જતાં પોટિલા ઉપરથી ઊઠી ગયું. પોટિલાએ પતિનો પ્રેમ પાછો મેળવવા કોઈ એક સાથ્વી પાસે ઉપાય પૂછળ્યો. સાધ્વી મહારાજે પોટિલાને ધર્મદેશના આપી. એ સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org