________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૦
નિર્દોષ છો. જે બન્યું તે આકસ્મિક છે. તમારા ભાવ તો નિર્મળ અને ઉચ્ચ હતા. એમનું આયુષ્ય-કર્મ પૂરું થયું અને એ કાળધર્મ પામ્યા. પરંતુ સાધ્વીજી માન્યા નહિ. ફરી ફરીને તે એક જ વાત કહેતા રહ્યા. “મારે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે. તમે મને મુનિહત્યાના પાપનું પ્રાયશ્ચિત્ત આપો.' - સાધ્વીને અડગ જોઈને શ્રી સંઘે શાસનદેવીનું ધ્યાન ધર્યું. દેવીએ પ્રકટ થઈને કહ્યું, “મને શા માટે યાદ કરી?” સંઘે વિનયથી કહ્યું, “યક્ષા સાધ્વીજીને આપ શ્રી સીમંધર પરમાત્મા પાસે લઈ જાઓ અને તેમની શંકાનું નિવારણ કરાવો.” દેવી બોલ્યાં, “ જેવી શ્રી સંઘની આજ્ઞા. પણ હું જ્યાં સુધી પાછી ન ફરું ત્યાં સુધી તમે કાઉસ્સગ્ન ધ્યાનમાં જ લીન રહેજો.”
યક્ષા સાધ્વીએ શ્રી સીમંધર પરમાત્માને વંદના કરી અને પોતાની શંકાનું નિવારણ કરવા વિનંતી કરી. ભગવંતે કહ્યું, “સાધ્વી! તમે નિર્દોષ છો.” આથી તેમને સંતોષ થયો. આ પ્રસંગે આ સીમંધર પરમાત્માએ સાધ્વીજીને સૂત્રની બે ચૂલિકા (ગાથા) આપી. તે લઈને સાધ્વીજી શાસનદેવી સાથે ભરતક્ષેત્રમાં, પાછાં ફર્યા. સંઘે “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ન પાર્યો. ત્યારે યક્ષો સાધ્વીજીએ શ્રીસંઘને કહ્યું, “કૃપાળુ ભગવંતે મારા મુખે શ્રી સંઘને આપવા સૂત્રપદો અને ચાર અધ્યયનો પાઠવ્યાં છે. ચાર અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે : ૧. ભાવના, ૨. વિમુક્તિ, ૩. રતિકલ્પ અને ૪. એકાંત ચર્યા. આ ચાર અધ્યયનો મેં એક જ વાર સાંભળીને કંઠસ્થ-હૃદયસ્થ કરી લીધાં છે અને જેવાં મેં સાંભળ્યાં છે તેવાં જ હું તમને સંભળાવું છું. એ પછી યક્ષા સાધ્વીજીએ શ્રીસંઘ સમસ્તને એ અધ્યયનો સંભળાવ્યાં અને સમજાવ્યાં.”
નોંધ : આ અંગે પરિશિષ્ટ પર્વમાં જણાવ્યું છે કે આ ચાર અધ્યયનોમાંથી પ્રથમનાં બે અધ્યયનો શ્રી આચારાંગ-સૂત્રની ચૂલિકા રૂપે તથા છેલ્લાં બે અધ્યયનો દશ વૈકાલિકની ચૂલિકા રૂપે શ્રીસંઘ દ્વારા નિયોજિત કરવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org