________________
[૮૫]
અશ્વાવબોધ
વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી પૃથ્વી પર વિહાર કરતા કરતા ભૃગુકચ્છ (ભરૂચ) નગરે સમવસર્યા. તે નગરનો રાજા જિતશત્રુ જાતિવંત અશ્વ ઉપર ચઢી પ્રભુને વંદના કરવા આવ્યો અને દેશના સાંભળવા બેઠો. તે વખતે જિતશત્રુ રાજાના અજે પણ રોમાંચિત થઈ પોતાના કાન ઊંચા કરી પ્રભુની દેશના સાંભળી. દેશનાને અંતે ગણધરે પ્રભુને પૂછ્યું કે, “હે સ્વામી! આ સમવસરણમાં અત્યારે ધર્મને કોણ પામ્યું?” પ્રભુ બોલ્યા: “આ સમવસરણમાં જિતશત્રુ રાજાના જાતિવંત અશ્વ વગર બીજું કોઈ ધર્મને પામ્યું નથી.” તે સાંભળી જિતશત્રુ રાજાએ વિસ્મયથી પૂછ્યું, “હે વિશ્વનાથી આ અશ્વનું ચરિત્ર કહો કે જેને ધર્મ પ્રાપ્ત થયો.” પ્રત્યુત્તરમાં પ્રભુએ નીચે પ્રમાણે કથા કહી :
“પદ્મિનીખંડ નગરમાં પૂર્વે જિનધર્મ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતો. તે જ નગરમાં સાગરદત્ત નામે તેનો એક મિત્ર હતો. તે ભદ્રકપણાથી પ્રતિદિન જિનધર્મ સાથે જિનચૈત્યમાં આવતો. એક વખતે સાધુઓની પાસેથી તેણે સાંભળ્યું કે “જે અહંત પ્રભુનાં બિંબ કરાવે તે જન્માંતરમાં સંસાર પાર કરે તેવા ધર્મને પામે.” તે સાંભળી સાગરદત્તે એક સુવર્ણનું અહંત બિંબ કરાવી ધામધૂમપૂર્વક સાધુઓની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત પહેલાં મિથ્યાત્વી હતો. તેણે તે નગરની બહાર એક મોટું શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણનું પર્વ આવતાં સાગરદત્ત ત્યાં ગયો. ત્યાં શિવપૂજકો ધૃતપૂજાને માટે પ્રથમ સંચય કરી રાખેલા ઠરેલા ઘીથી ભરેલા ઘડાઓ ત્વરાથી ખેંચતા હતા. ઘણા દિવસથી પડી રહેલા તે ઘડાઓની નીચે પિંડાકાર થઈને ઘણી ઉધઈ ચોંટેલી હતી. તે ઘડા ખેંચાવાથી અને તે ઉપર પૂજકો આમતેમ ચાલતા હોવાથી તે ઉધઈઓને ચગદાતી જોઈ સાગરદત્ત દયા લાવીને તેમને વસ્ત્રથી દૂર કરવા લાગ્યો. તે વખતે “અરે! શું તને ધોળિયા યતિઓએ આ નવી શિક્ષા આપી છે?” એમ બોલતા એક પૂજારીએ એ ઉધઈઓને પગથી
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org