________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૦૨
ઘસીઘસીને ચગદી નાખી. સાગરદત્તે તેને શિક્ષા થાય એવા ભાવથી પૂજારીઓના મુખ્ય આચાર્યના મુખ સામું જોયું. આચાર્યે પણ તે પાપની ઉપેક્ષા કરી, એટલે સાગરદત્તે વિચાર્યું : ‘આ નિર્દય પાપીઓને ધિક્કાર છે, જે આ દારુણ હૃદયવાળા પુરુષો પોતાના આત્માને અને યજમાનને દુર્ગતિમાં નાખે છે. તેમને ગુરુબુદ્ધિએ શા માટે પૂજવા?” આવો વિચાર કર્યા છતાં પણ તેણે શિવપૂજન કર્યું. પરિણામે સાગરદત્ત શેઠ સમક્તિને ગુમાવી બેઠા. તેમનો દાનશીલ સ્વભાવ ન હોવાથી અને મોટા આરંભ કરીને ઉપાર્જન કરેલા ધનની રક્ષાને માટે જ એકનિષ્ઠા ધરી રહેવાથી મૃત્યુ પામીને તે આ જાતિયંત અશ્વ થયેલ છે અને તેને બોધ કરવાને માટે જ હું અહીં આવ્યો છું. પૂર્વજન્મમાં તેણે જિન પ્રતિમા કરાવેલી હતી. તેના પ્રભાવથી અમારો ધર્મોપદેશ સાંભળીને તે ક્ષણવારમાં પ્રતિબોધ-ધર્મ પામ્યો છે.’’
ભગવંતનાં આવાં વચનથી તથા લોકોએ વારંવાર સ્તુતિ કરતાં રાજાએ એ અશ્વને ખમાવીને છોડી મૂક્યો.
એ અશ્વ છૂટ્યા પછી ભગવાન સામે નાચ્યો. તેણે ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરી અને ત્યાં જ મૃત્યુ પામ્યો અને આઠમા દેવલોકમાં દેવ થયો. તે અશ્વ પ્રભુ મુનિ સુવ્રત સ્વામીનો આગળના ભવનો મિત્ર હતો. તેનો ઉદ્ધાર કરવા પ્રભુ એક રાત્રે ૬૦ યોજન ચાલીને અહીં પધાર્યા હતા. તે અશ્વ દેવ થઈને ત્યાં આવ્યો અને તેણે ભક્તિથી શ્રી મુનિ સુવ્રત સ્વામીનું વિશાળ જિનાલય બનાવ્યું.
આ અશ્વ અહીં ભરૂચમાં બોધ પામ્યો ત્યારથી તે અશ્વદેવે બનાવેલું દહેરાસાર અને ભરૂચ શહેર પણ ‘અશ્વાવબોધ તીર્થ' નામે લોકમાં પ્રખ્યાત થયેલ છે.
મરનારની ચિત્તા ઉપર, ચાહનાર કોઈ ચડતું નથી કહે છે કે હું મરી જઈશ, પણ પાછળ કોઈ મરતું નથી જુએ છે દેહને બળતો પણ આગમાં કોઈ પડતું નથી અરે આગમાં તો શું પણ એની રાખને કોઈ અડતું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org