________________
[૬]
શિવા મહાસતી
ચેટક રાજાની પુત્રી શિવા ઉજ્જૈનના રાજા ચંડપ્રદ્યોતની પટરાણી હતી. તે અતિ રૂપવાન હતી, પણ તેવી જ ગુણવાન હતી.
એક દિવસ શિવા શ્રી વીરભગવાન પાસે ધર્મોપદેશ શ્રવણ કરવા ગઈ. ત્યાં ધર્મદેશના સાંભળી તેણે ધર્મ અંગીકાર કર્યો.
રાજા ચંડપ્રદ્યોત રાજકારભાર માટે વારંવાર રાણીની સલાહ લેતા. રાજાનો મંત્રી એક ભૂદેવ હતો. રાજાને તેના પ્રત્યે ઊંડો પ્રેમ હતો. બન્ને અરસપરસ સાથે રહેવાનું પસંદ કરતા. ન રાજા ભૂદેવને છોડી શકતો, ન ભૂદેવ રાજાને છોડતો. રાજાને ભૂદેવ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તે કોઈ પણ જાતના રોકટોક વગર રાજાના અન્તઃપુરમાં પણ જઈ શકતો.
જ્યારે જ્યારે આ મંત્રી અંતઃપુરમાં આવે ત્યારે રાણી શિવા તેનું એક ભાઈ તરીકે સન્માન કરતી. પણ ભૂદેવનું મન મેલું હતું. તે શિવાના રૂપથી મોહિત થયો હતો. તેની અતૃપ્ત વાસનાની તરસ છિપાવવા તે વારંવાર અન્તઃપુરમાં આવવા લાગ્યો અને શિવા દેવીને કેમ ફસાવવી તેનો ઉપાય વિચારતો રહ્યો.
શિવા તો તન અને મનથી અતિ પવિત્ર હતી. ભૂદેવ ઉપર તે ભાઈની માફક પ્રેમ કરતી હતી. તે તેની સાથે પ્રેમપૂર્વક વાતચીત કરતી હતી, પણ ભૂદેવ એ સ્વચ્છ પ્રેમ ન સમજી શક્યો. એની નજર તો વાસનામય જ હતી.
એક દિવસ રાજાને નગર બહાર જવાનું થયું. તેણે મંત્રી ભૂદેવને સાથે આવવા કહ્યું, પણ તે પોતે બીમારીનું બહાનું બતાવી સાથે ન ગયો. રાજા એક્લો જ બીજા સૈનિકને લઈ બહાર ગામ ગયો. રાજાને વિદાય કરી ભૂદેવ સીધો રાજાના અન્તઃપુરમાં આવ્યો. શિવા અન્તઃપુરમાં એકલી બેઠી હતી. આ અવસર ભૂદેવને સારો લાગ્યો. તે શિવાની પાસે બેઠો અને પોતાની મલિન ભાવના તેણે વ્યક્ત કરી. થોડું સાહસ કરવું જ રહ્યું તેવું વિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org