________________
જેન શાસનના ચમકતા સિતારા : ૩૦૪
ભૂદેવે શિવાનો હાથ પકડ્યો અને રાણીની સામે જોયું. શિવાની આંખો લાલચોળ બની હતી. અંગારા જેવી આંખો જોઈ ભૂદેવ ઠરી ગયો, તે કાંપવા લાગ્યો. રાણીએ હાથ ઝટકો મારીને છોડાવી લીધો અને તે બહાર નીકળી ગઈ. અસહાયપણે મંત્રી પોતાના ઘરે જતો રહ્યો. ઘરે આવી તે મનોમન પસ્તાવા લાગ્યો. “મેં કેવી મોટી ભૂલ કરી? હવે શું? રાણી ભંડો ફોડી નાખશે” એવી બીક તેને સતાવવા લાગી.
બહારથી પરત આવેલા રાજાએ ભૂદેવને બોલાવવા માણસ મોકલ્યો, પણ નરમ તબિયતનું બહાનું બતાવી તે રાજા પાસે ન આવ્યો. એક-બે દિવસ પછી રાજા રાણીને લઈને ભૂદેવના ઘરે તેની ખબર લેવા ગયો. રાજારાણીને સાથે આવેલાં જોઈ ભૂદેવ ગભરાયો. પણ રાણીએ પ્રેમથી તેને પૂછ્યું, “ભાઈ! હવે કેમ છે?” ભૂદેવની આંખ જવાબ આપવાને બદલે બંધ થઈ ગઈ.”
ભૂદેવ રાજાના રાજમહેલમાં આવ્યો. રાણી શિવા તેની ચાકરી સારી રીતે કરવા લાગી. બે-ત્રણ દિવસ બાદ રાણીએ ભૂદેવને પૂછ્યું, “ભાઈ, હવે તબિયત સારી છે ને? પણ મંત્રીના મોંએ તો જાણે તાળું લાગ્યું હતું. તેની આંખમાંથી આંસું પડતાં હતાં. રાણીએ રૂમાલથી તેનાં આંસુ લૂછતાં કહ્યું, ભાઈ! માણસથી ભૂલ થઈ જાય. પણ જો તેને પોતાની ભૂલ સમજાય અને તે પશ્ચાત્તાપ કરે તો તે પવિત્ર થઈ શકે છે. તમે ગભરાશો નહીં. મેં એ ભૂલની વાત કોઈને કહી નથી. પણ હવે પછી જિંદગીમાં આવી ભૂલ ન કરતા. પરસ્ત્રીને પોતાની મા-બહેન સમજજો. હું તમારી બહેન છું. બહેનનો ધર્મ છે કે અગર ભાઈની ભૂલ દેખાય તો તે ભાઈને સમજાવી સાચો રાહ બતાવે. તે જ રીતે અગર બહેન જો અંધકારમાં અટવાય તો ભાઈ તેને પ્રકાશને રસ્તે દોરે.”
રાણીને અંત:કરણપૂર્વક નમસ્કાર કરી તેનો આભાર માની ભૂદેવ પોતાને ઘરે ગયો.
આ નગરમાં વારે વારે અગ્નિનો ઉપદ્રવ થયા કરતો હતો. ઘણા ઘણા ઉપચારો કર્યા છતાં અગ્નિ શહેરને પ્રજ્વાળતો જ રહ્યો. રાજાએ બુદ્ધિના ભંડાર એવા અભયકુમારને મહાપ્રયાસે બોલાવ્યા અને “અગ્નિ શમતો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org