________________
[૮]
શ્રીયક
કામવિજેતા ધૂલિભદ્રનું નામ વંદનીય અને વિખ્યાત છે. તેમને એક સંસારી ભાઈ હતા. નામ તેમનું શ્રીયક. પિતા પકડાલના મૃત્યુ બાદ શ્રીયક મંત્રી બન્યા, પણ રાજખટપટ ન રુચવાથી વૈરાગ્ય પામી તેમણે પણ દીક્ષા લીધી.
શ્રીયક મુનિધર્મનું સુંદર પાલન કરતા. પરંતુ તેમનાથી તપ થઈ શકતું નહિ. પર્યસણ પર્વ આવ્યું. વાતવાતમાં તેમની સાધ્વીબહેન યક્ષાએ તેમને કહ્યું, “આ મહાન પર્વમાં તો તમારે કંઈક તપ તો અવશ્ય કરવું જોઈએ.”
શ્રીયક મુનિએ શરમાઈને પોરસીનું પચ્ચકખાણ લીધું. પારવાનો સમય થયો. બહેન સાધ્વીએ પ્રેરણા આપતાં કહ્યું, “જુઓ! તમે પોરિસીનું તો પચ્ચકખાણ કર્યું. હવે તેને પારવાને બદલે પરિમુકનું પચ્ચખાણ કરો.” આમ પ્રેરણા પામીને શ્રીયક મુનિએ આખા દિવસનો ઉપવાસ ખેંચી કાઢ્યો.
સાધ્વીબહેનના પ્રેમાળ આગ્રહથી તેમણે ઉપવાસ તો કર્યો, પરંતુ તેમનું નાજુક શરીર ભૂખ સહન ન કરી શક્યું. રાતના તેમને ભૂખ ખૂબ જ સતાવી રહી હતી, છતાંય તેમણે મન મજબૂત કરીને મનને શુભ ધ્યાનમાં જ રાખ્યું. પણ તેમની વેદના જીવલેણ બની. ઉપવાસમાં જ તેઓ કાળધર્મ પામ્યા.
આ સમાચાર સાંભળીને યક્ષા સાધ્વીને ભારે આઘાત લાગ્યો. તેમને થયું કે “મારા નિમિત્તે જ ભાઈ મુનિ કાળધર્મ પામ્યા. હું સાધુની હત્યારી બની. મેં તેમને આવી રીતે ઉપવાસ ન કરાવ્યો હોત તો આવું અમંગળ ન જ બનત..” આમ વિચારીને યક્ષા સાધ્વીએ ચારેય આહારનો ત્યાગ કર્યો.
આ જાણીને શ્રી ચતુર્વિધ સંઘે સાધ્વીજીને સમજાવ્યાં, “તમે આમાં ૧. કોઈ પણ જાતનાં નિયમ લેવા માટે બોલાતું સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org