________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૮
તરત જ સેવકો દ્વારા એમણે મુનિવરને મુલાકાત કાજે આમંત્રણ પાઠવ્યું. મુનિવરે એ આમંત્રણ સ્વીકાર્યું અને તેઓ રાજમહેલમાં પધાર્યા.
બ્રહ્મદત્તે મુનિવરને નિહાળ્યા. નયનોથી નયનો મળતાં જ સ્નેહનો ધોધ પૂરજોશમાં વહ્યો. ચક્રવર્તીને વિશ્વાસ થઈ ગયો કે આ જ મારો સાથી. તેમણે મુનિવરને પ્રણામ કર્યા અને બોલ્યા, “પ્રભુ! પ્રીત તો આપણી પુરાણી છે, પણ વર્તમાનની કોઈ પિછાન, પરિચય નથી. મને આપનું નામ જણાવશો?” “મારું નામ ચિત્રમુનિ છે.” મુનિવરે ટૂંકમાં ઉત્તર દીધો.
ઓહ! ચિત્રમુનિ? ગત માનવજન્મમાં પણ આપનું નામ એ જ હતું ને? આપ ચિત્ર ને હું સંભૂતિ, યાદ છે ને? કેવો યોગાનુયોગ! નામ પણ એ જ અને વેશ પણ એ જ. “રાજન! નામ તો દેહનાં છે. દેહના એ દેવાલયમાં વસતો આતમ તો અનામી છે. નામ વિનાશી છે. આત્મા અવિનાશી છે.” મુનિવરે વિરાગની વાત કહી.
“ઓહ મુનિવર! આપની વાણી વિરલ છે. સારું થયું, આપણા સંબંધોના તૂટેલા તાર ફરીથી સંધાયા. પણ મને એ નથી સમજાતું કે પાંચ પાંચ ભવનો આપણો સ્નેહસંબંધ કેમ તૂટી ગયો?' ચક્રવર્તીએ ચિત્તની ચિંતા રજૂ કરી.
મુનિવરે જવાબ આપ્યો, “રાજન! સંબંધ તૂટવાનું પણ કારણ છે. યાદ કરો એક ભવ. આપણે બન્ને અણગાર હતા. આપણે અણસણ આદર્યું. આપણા દર્શને ચક્રવર્તી સનતકુમાર સપરિવાર આવ્યા. તમારી નજર તેમની પટરાણી પર પડી. એના સૌંદર્યે તમને મોહિત કર્યા. એવું સ્ત્રીરત્ન મળે એવી તમે કામના કરી. અંત સમયે તમે અનાસક્તિ ચૂક્યા અને આસક્તિમાં પડ્યા. એ આસક્તિએ જ આપણને જુદા કર્યા. તમે નિયાણાના પ્રભાવે ચક્રવર્તી બન્યા. હું અનાસક્તિની આરાધનાના પ્રભાવે આ ભવે પણ અણગાર બન્યો.”
બ્રાહ્મદને ધન્ય છે આપને એમ કહી નમસ્કાર કર્યા. અને બોલ્યો : “હવે આપ અત્રે મારી સાથે મહેલમાં જ રહો,એટલે આપણે જુદા પડીએ.'પૂરાભાવથી એમણે મુનિરાજને વિનંતી કરી. આજીજી કરતાં કહ્યું “મારું મન આપનું સ્નેહાળ સાન્નિધ્ય ઝંખી રહ્યું છે.'
અનાસક્તિના આરાધક અણગારે સ્વસ્થતાથી ઉત્તર દીધો, “રાજન! નીલગગનમાં વિહરતાં પંખીઓ કદી પાંજરાની પરતંત્રતા ઝંખે ખરાં? ભલે પાંજરું ૧. ધર્મના ફળ રૂપે સંસાર સુખની માગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org