________________
જૈન શાસનના ચમકવા સિતારા ૭ ૧૧૯
રત્નજડિત અને સોનાનું હોય! અમારે મન સંસારની સુખ-સમૃદ્ધિ એ રત્નજડિત પાંજરા જેવી છે. એ સુખ-સમૃદ્ધિ અમને ન ખપે. સંસારમાં અપરંપાર પાપો થયા કરે છે. પણ હા, એવો એક ઉપાય છે ખરો કે જેથી આપણો સંયોગ સજીવન બને, એટલું જ નહિ, શાશ્વત પણ બને.’ ‘કયો ઉપાય, પ્રભુ?' ચક્રવર્તીના અંતરમાં આતુરતા તરવરી રહી. ‘સંસાર છોડી ચારિત્ર્ય ગ્રહણ કરવું એ એક જ ઉપાય છે'. મોહમય ચક્રવર્તી બોલ્યા, ‘ના, ના, એ તો અશક્ય છે. સંભૂતિના ભવમાં સ્વપ્નાં સેવ્યાં હતાં તે સાકાર થયાં છે. આ સત્તા, આ સાહ્યબી, આ સ્રીરત્ન હું ના છોડી શકું.''
મુનિવરે પોતાના ભવોભવના સાથીદારને સંસારની મોહમાયામાંથી છોડાવવા ભગીરથ પ્રયત્ન કર્યો. ઘણું સમજાવ્યું પણ મોહાંધ રાજા આ સુખસાહ્યબી છોડવા કોઈ રીતે તૈયાર ન થયા. આખરે મુનિરાજે સાફ શબ્દોમાં જણાવ્યું, ‘રાજા! હજુ જો આ સાહ્યબીની આસક્તિ ચાલુ જ રાખશો તો દુર્ગતિનાં દુઃખો ભોગવવાં પડશે. જે જે ચક્રવર્તીઓએ સામ્રાજ્ય, સમૃદ્ધિનો ત્યાગ કર્યો છે તે બધા સદ્ગતિ પામ્યા છે, જે નથી છોડી શક્યા તે નરકે જ ગયા છે. માટે આટલી કાતિલ આસક્તિ છોડો.’
‘હું પામર છું. આપ પરમ છો. આપ ધર્મને સમજી આચરવાનું સામર્થ્ય ધરાવો છો, જ્યારે હું ધર્મ સમજવા છતાં તેને આચરી શકતો નથી. ધન્ય છે આપને અને ધિક્કાર છે મને!' મુનિવરે જોયું કે ભાવિ ભાવને કોઈ મિથ્યા કરી શકતું નથી. આસક્તિ એ અભિશાપ છે. હવે તો એક વાર નરકમાં જઈને ફરી જ્યારે આ જીવ ક્યારેક નરભવમાં આવશે ત્યારે એનું ઠેકાણું પડશે, તે પહેલાં શક્ય નથી. એમ ચક્રવર્તીની ભાવદયા ચિંતવતા ચિત્રમુનિ રાજમહેલમાંથી વિદાય થઈ ગયા.
એક દિવસ ચક્રવર્તીની સવારી રસ્તા ઉપરથી પસાર થતી હતી ત્યારે એક બ્રાહ્મણ રસ્તા વચ્ચે એક મોટો વાંસડો હાથમાં લઈ ઊભો હતો. વાંસડાને ખાસડાનો હાર પહેરાવ્યો હતો. એના ઉપર ચીંથરાં વીંટી ઉપર સૂપડું મૂક્યું હતું. આ જોઈ રાજાને આશ્ચર્ય થયું. તેણે ચાકર મારફત તે બ્રાહ્મણને બોલાવ્યો અને પૂછ્યું, ‘ભાઈ! કેમ શા કારણથી આમ ઊભો છે?” બ્રાહ્મણે કહ્યું, ‘મહારાજ આપને મળવા ઘણી મહેનત કરી, પણ રાજદરબારમાં મને કોઈએ આવવા ન દીધો. એટલે આપનું કોઈ પણ રીતે ધ્યાન દોરવા આ રીતે ઊભો છું. આપ નાના
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org