________________
[૧૦૧] શેઠ બળભદ્ર અને નારાયણ બ્રાહ્મણ
ચંપાપુર નગરમાં બળભદ્ર નામે એક ધનવાન શેઠ રહેતા હતા. તેમને પાંચ દીકરા હતા. બધા દીકરા ગુણવાન તથા બુદ્ધિમાન હતા.
આ અત્યંત સુખી પરિવારને દેખી લોકો તે શેઠને બહુ ભાગ્યશાળી માનતા અને તે નીતિવાન અને ધર્મનિષ્ઠ છે એવી વાતો કરતા.
આ શેઠના મકાનની સામે જ રાજપુરોહિત શ્રીધર રહેતા હતા. તેમને નારાયણ નામનો દીકરો હતો. તે મોજશોખમાં મોટો થયો અને કંઈ ભણ્યો નહીં. વખત જતાં તેનાં માબાપ અવસાન પામ્યાં. ભમ્યોગપ્યો ન હોવાથી તેને પિતાનું રાજપુરોહિત પદ ન મળ્યું. પિતાની સંપત્તિ ધીરે ધીરે ઓછી થતી ગઈ. પોતે ભણ્યો નહીં એનું દુઃખ હવે તેને સાલવા લાગ્યું. પરંતુ તેના પિતાજીનું કમાયેલું ઘણું ધન હતું તેથી તેને વિચાર્યું કે દેશપરદેશ ફરવા જવું જોઈએ. બને એટલી મોજ કેમ ન કરવી?
તેણે દેશાટન માટેની તૈયારી કરવા માંડી. ઘરનો સામાન ઠીકઠાક સરખો કરતાં તેને એક ખૂણામાંથી નાની પેટી મળી આવી. ખોલીને જોતાં તેના અચંબાનો પાર ન રહ્યો. તેમાં પાંચ નંગ ભારે કીમતી રત્ન હતાં. તેની કિંમત કરાવવા તેણે એક ઝવેરીની દુકાને જઈ નંગ બતાવ્યાં. ઝવેરીએ દરેક રત્નની કિંમત એક-એક કરોડ મુદ્રા આંકી. હવે નારાયણે વિચાર્યું કે મારે કમાવાની ક્યાં જરૂર છે? જરૂર પડ્યે આ રત્ન એકેક વેચશું ને મજા કરશું.
તેની પરદેશ જવાની તૈયારી પૂરી થઈ. પણ પ્રશ્ન થયો કે આ કીમતી રત્નની પેટી ક્યાં રાખવી? ઘરમાંથી તેને કોઈ ચોરી જાય તો? તેણે સામે જ રહેતા શેઠ બળભદ્ર કે જેઓ સત્યનિષ્ઠ અને આબરૂદાર છે તથા જૈનધર્મી શ્રાવક છે તેમને ત્યાં આ પેટી રાખવાનું નક્કી કર્યું. તે શેઠ બળભદ્રને ત્યાં પહોંચ્યો અને આ નાનીશી પેટી સાચવવા કહ્યું, અને જણાવ્યું “હું પરદેશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org