________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૬
પાછો આવીશ ત્યારે આ પેટી પાછો લઈ જઈશ.” શેઠ બલભદ્ર એક ખૂણામાં આ પેટી મૂકવા તેને જણાવ્યું. પેટી ત્યાં મૂકી શેઠનો ખાસ અહેસાન માની મનથી નિશ્ચિત થઈ નારાયણ પરદેશ રવાના થઈ ગયો.
થોડા દિવસ બાદ દિવાળી આવી. શેઠ ઘર સાફસૂફ કરતા હતા ત્યારે પેલી રત્નમંજુર (રત્નવાળી પેટી) હાથ આવી. ખોલીને જોવાનું મન થયું. ઉઘાડતાં જ શેઠ સ્તબ્ધ થઈ ગયા. આવાં મોંઘાં રત્નો? આમાં તો એકએક કરોડની કિંમતનાં પાંચ રત્નો છે. આ રત્નો હાથમાં લેતાં શેઠની દાનત બગડી.
શેઠના આત્માએ શેઠના મનને ઢંઢોળ્યું, “પરાયું ધન ઓળવવું મહાપાપ છે. એ તો કાળો નાગ છે. પણ શેઠનું મન લલચાયું, “આમાંથી બે નંગ વેચી મારે તો હું કોટ્યાધિપતિ થઈ જાઉં. નારાયણ મારું શું બગાડી લેવાનો છે? એનો કોણ સાક્ષી છે?” તેણે બે રત્નો બજારમાં વેચી નાખ્યાં. બે કરોડ મુદ્રા મેળવી. આ મુદ્રાથી શેઠે પોતાનું મકાન હવેલી જેવું બનાવ્યું. પાંચ મજલાની હવેલી જોઈ લોકો વિચારવા લાગ્યા આટલું બધું ધન શેઠ કેવી રીતે કમાયા?
પાંચ વર્ષ પછી નારાયણ પાછો આવ્યો. તેનું બધું ધન વપરાઈ ગયું હતું. તે દરિદ્ર જેવો દેખાતો હતો. તે શેઠ બળભદ્રને ત્યાં આવ્યો. શેઠે તેને ઓળખ્યો, પણ જાણે તેને પોતે ઓળખતા જ નથી એવો ડોળ કરી કહ્યું : “કોણ છે તું? કેમ પૂષાગાળ્યા વિના હવેલીમાં ઘૂસી આવ્યો?” નારાયણે કહ્યું, “હું નારાયણ. શેઠજી! મેં તમારે ત્યાં રાખેલી રત્નની પેટી પાછી લેવા આવ્યો છું.'
શેઠ ચિડાયા. ક્રોધિત સ્વરે કહ્યું, “કેવા રત્ન? કઈ પેટી? કોઈ દિવસ રત્નો જોયાં છે તેં?
નારાયણે ગભરાતે સ્વરે કહ્યું, “શેઠજી! પરદેશ જતાં પહેલાં હું આપને ત્યાં રત્નની એક પેટી અનામત મૂકી ગયો હતો. યાદ છે ને?”
શેઠે જોરથી બૂમ મારી સેવકોને બોલાવ્યા અને કહ્યું, “આને બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org