________________
જન શાસનના ચમકતા કિનારા ૯૦ ૩૫૦
કાઢો. ન જાય તો ધક્કા મારી બહાર કાઢો. જૂઠો આરોપ મૂકે છે, ચોરબદમાશ!'
નોકરોએ પકડીને નારાયણને ઘરની બહાર કાઢી મૂક્યો. હવેલી બહાર ઊભો ઊભો નારાયણ બૂમો મારવા લાગ્યો, “આ શેઠે મારાં રત્નો હજમ કર્યા છે - હું એને હજમ નહીં થવા દઉં.” - નારાયણ બૂમો મારતો મારતો પાગલ થઈ ગયો અને બબડતો રહ્યો: આ શેઠે મારાં રત્નો હડપી લીધાં છે. શેઠ બળભદ્ર બેઈમાન છે.'
લોકો કહેવા લાગ્યા, “જુઓ ખોટા આરોપ મૂકવાનું આ ફળ. ધર્માત્મા જેવા શેઠ ઉપર ખોટા આરોપો મૂક્યા તેથી છેવટે પાગલ થઈ ગયો ને?”
દુઃખ અને ભૂખથી બેહાલ થઈ ગયેલો નારાયણ એક દિવસ મકાનની છત ઉપરથી કૂદકો મારી મરી ગયો. એની લાશ પડેલી જોઈ લોકો કહેવા લાગ્યા, “જોયું, ધર્માત્મા પુરુષને બદનામ કરવાનું ફળ? આખરે કૂતરાના મોતે મરી ગયો ને
બળભદ્ર શેઠ તો રાજીરાજી થઈ ગયા, “હવે બધાં રત્નો મારાં. એક કાંટો હતો તે પણ નીકળી ગયો.”
થોડા દિવસો બાદ બળભદ્ર શેઠના સૌથી મોટા પુત્ર શ્રીકાન્તનાં લગ્ન થયાં. નવવધૂને લઈ શ્રીકાન્ત પોતાની હવેલી પર આવ્યો. ભવનના પાંચમે માળે ચઢતાં તેણે જોરથી બૂમ મારી, ઓરે! મરી ગયો, બચાવો, નાગ કરડ્યો.” ઝેર પ્રસરતાં જ તેના પ્રાણ નીકળી ગયા. નવવધૂ પણ નીચે પછડાઈ જોરથી રોવા લાગી. શેઠ બલભદ્ર છાતી ફાટ રોતાકકળતા કહેવા લાગ્યા, “આ તે કેવો અન્યાય? લગ્ન થતાં જ વહુ વિધવા થઈ.”
લોકો વાતો કરવા લાગ્યા, “કોઈ મોટું પાપ શેઠે કર્યું હશે. એનું જ એમને આ ફળ મળ્યું.'
થોડા દિવસે દુઃખ કંઈક ઓછું થતાં શેઠે બીજા દીકરા શશિકાન્તનું લગ્ન લીધું. લગ્નવિધિ પતાવી શશિકાન્ત વહુને લઈ હવેલી પર આવ્યો. સાતમે માળે ચઢતાં જ તેના પગ પર નાગે ડંશ દીધો. તેના પણ પ્રાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org