________________
[3]
દ્રાવિડ-વારિખિલ
ભગવાન 2ષભદેવે દીક્ષા લેતાં અગાઉ સૌ પુત્રની જેમ પુત્ર દ્રાવિડ અને વારિખિલ્લને પણ રાજ્યભાગ આપ્યો હતો. દ્રાવિડને મિથિલાનું રાજ્ય તથા વારિખિલ્લને લાખ ગામો આપ્યાં હતાં.
આમ છતાંય બન્ને એકબીજાની સંપત્તિની ઈર્ષ્યા કરવા લાગ્યા અને એકમેકનું રાજ્ય પડાવી લેવા જુદા જુદા પેંતરા રચવા માંડ્યા.
- એક વખત વારિખિલ્લ દ્રાવિડના નગરમાં આવી રહ્યો હતો. આ સમાચાર મળતાં દ્રાવિડે તેને પોતાના નગરમાં આવતો અટકાવ્યો. મોટાભાઈના આ વર્તાવથી વારિખિલ્લ રોષે ભરાયો અને તેણે સૈન્ય સાથે દ્રાવિડના નગર પર આક્રમણ કર્યું. બન્ને વચ્ચે સાત સાત વરસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં બંને પક્ષે પાંચ પાંચ કરોડ સુભટમાર્યા ગયા. અનેક હાથી, ઘોડા આદિ હણાઈ ગયા તોયે બન્નેમાંથી કોઈએ મચક આપી નહીં.
યુદ્ધના નિયમોના હિસાબે તે વખતે ચોમાસામાં યુદ્ધ બંધ રહેતું. આવા એક ભીના દિવસે દ્રાવિડ પોતાના પરિવાર સહિત વનનું સૌંદર્ય જોવા નીકળ્યો. ફરતાં ફરતાં તે કોઈ તાપસના આશ્રમમાં પહોંચ્યો. ત્યાંના કુલપતિ સુવલ્થ સ્વામી પાસે નમન કરીને બેઠો. સ્વામીજી તે વખતે ધ્યાનમાં બેઠા હતા. ધ્યાન પૂર્ણ થતાં દ્રાવિડે ફરીથી પ્રણામ કર્યા. સુવલ્યુએ દ્રાવિડને આશીર્વાદ આપ્યા અને ઉપદેશ આપતા કહ્યું કે –
“હે રાજન! તમે આમ બન્ને સગા ભાઈઓ રાજ્ય માટે હિંસક યુદ્ધ લડો છો તે તમોને જરાય શોભાયમાન નથી. ભારત અને બાહુબલી પણ પોતાની ભૂલ સમજ્યા હતા અને યુદ્ધ બંધ કરીને બાહુબલી મોટાભાઈ ભરતને વિનયથી પ્રણામ કરીને તરણતારણ તમારા દાદા ઋષભદેવના સંયમ પંથે વળ્યા હતા. તો તમે બન્ને ભાઈઓ યુદ્ધ બંધ કરો. વેર-ઝેરને ભૂલી જાઓ અને તમારા જીવનનું કલ્યાણ કરો.”
કુલપતિ સુવષ્ણુસ્વામીની પ્રેમાળ વાણી દ્રાવિડના હૈયા સોંસરી ઊતરી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ. તરત જ બધાં શસ્ત્રો છોડી દઈને તે ઉઘાડા પગે નાનાભાઈ વારિખિલ્લને ખમાવવા માટે દોડ્યો. મોટાભાઈના હૃદયપરિવર્તનની વાત જાણીને નાનો ભાઈ પણ સામે દોડ્યો. બન્ને એકમેકને પ્રેમથી ભેટ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org