________________
જન શાસનના ચમકતા સિતારા ૭ ૧૨૩ એકબીજાની ક્ષમા માગી અને બન્ને ભાઈઓએ બચેલા પાંચ પાંચ કરોડસૈનિકો સાથે તાપસી દીક્ષા લીધી અને વનમાં તપસ્યા સાથે ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા.
એક દિવસે નમિ-વિનમી નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશ માર્ગે એ વનમાં આવી પહોંચ્યા. તાપસોએ તેમને વંદના કરીને પૂછ્યું, “આપ હવે અહીંથી કઈ તરફ જવાના છો?” મુનિઓએ કહ્યું : અમો અહીંથી શ્રીસિદ્ધાચળ ગિરિરાજની યાત્રાએ જઈએ છીએ.”
તાપસોએ ગિરિરાજનો મહિમા પૂળ્યો. મુનિઓએ કહ્યું : “શ્રીસિદ્ધાચળ ઉપર તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રવાન અનંત જીવો મુક્તિએ ગયા છે અને હજી પણ અનંત જીવો મોક્ષે જશે. આ તીર્થનો મહિમા અચિંત્યો , અપાર છે. લાખ વરસ સુધી તેનું મહિમા-ગાન કરીએ તોપણ પાર આવે એમ નથી. આ તીર્થમાં નમિવિનમી નામના મુનીન્દ્રો બે કરોડ મુનિઓ સાથે શ્રી પુંડરીક ગણધરની જેમ ફાગણ સુદ દશમે મોક્ષે ગયા છે. ભગવાન શ્રી રૂષભદેવના ગણધરો અને કેવળી ભગવંતો પાસેથી અમોએ એ સાંભળ્યું છે કે આગામી કાળમાં આ તીર્થમાં ઘણા ઉત્તમ પુરુષો સિદ્ધિપદને પામશે. શ્રીરામચંદ્ર રાજર્ષિ નારદજી, શાંબ અને પ્રદ્યુમ્ન પાંચ પાંડવો, થાવગ્યા પુત્ર તથા શુક્રાચાર્ય વગેરે અનેક મહાનુભાવો બીજા અસંખ્ય સાધુઓ સાથે આ શ્રીસિદ્ધાચળ ઉપર મુક્તિ પામશે.”
શ્રીસિદ્ધાચલ ગિરિનો આવો અપરંપાર મહિમા સાંભળીને બધા જ તાપસી તેની યાત્રા કરવા તૈયાર થયા.મુનિઓએ તે સૌને ભાગવતી જૈન દીક્ષા આપી. પછી સૌ શ્રીસિદ્ધાચળ ગિરિ ઉપર આવ્યા. ત્યાં ભગવાન શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાજીનાં દર્શન કર્યા. ત્યાર પછી માસખમણના પારણે વિદ્યાધર મુનિએ તાપસ મુનિઓને કહ્યું, “હે મુનિઓ! તમારાં અનંત કાળનાં સંચિત પાપકર્મો આ તીર્થની સેવા કરવાથી જ ક્ષય પામશે; માટે તમારે સૌએ અત્રે જ સ્થિરતા કરીને તપસંયમમાં અપ્રમત્ત રહેવું.” ગુરુઆજ્ઞા શિરોમાન્ય કરીને તાવિડ અને વારિખિલ્લા આદિ દશ કરોડ મુનિઓ શ્રીસિદ્ધાચળ તિર્થમાં રહીને ધ્યાનમાં સ્થિર થયા અને અનુક્રમે એક માસના ઉપવાસ કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસે તે સર્વે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
આ તીર્થનો મહિમા આજે પણ એવો જ પાવન છે. ભવ્ય જીવોએ આ તીર્થની યાત્રા દર વરસે પગે ચાલીને કરવી જોઈએ. ત્યાં જઈને તપ સહિત યાત્રા કરવી. એવી યાત્રા કરવાથી યાત્રિકનાં પાપકર્મ નાશ પામે છે અને ચિત્ત નિર્મળ અને શુદ્ધ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org