________________
[30]
માસતુસ મુનિ
પાટલીપુત્ર નગરમાં બે ભાઈઓ વેપાર કરી પોતાની જીવિકા ચલાવતા હતા. તેમને એક વાર ગુરુમહારાજ પાસેથી ધર્મની દેશના સાંભળી વૈરાગ્યભાવ જાગ્યો અને બન્નેએ દીક્ષા લીધી. તેમાં એક ભાઈએ ભણવાનો પ્રયત્ન જ ન કર્યો ને બીજાને ક્ષયોપસમ સારો હોઈ બહુશ્રુત થયા અને આચાર્ય પદવી પણ પામ્યા. તેઓ પાંચસો શિષ્ય-સમુદાયના નાયક થયા. સાધુઓને તેઓ વાચના આપતા, તેમાં કોઈ શંકા-સંદેહ થતાં અવારનવાર તે સાધુઓ તે તે સૂત્રાદિ સમજવા આવતા. આમ થવાથી ક્રિયા અને પઠનપાઠનમાં સઘળો સમય વીતી જતાં વિશ્રાંતિ મળતી નહીં. કોઈ વાર તો નિદ્રાનો અવકાશ પણ ન મળતો. આમ કરતાં જોગાનુજોગ તેમને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં વિચાર આવ્યો : ‘હું શાસ્ત્ર ભણ્યો એનું જ આ દુ:ખ છે. થોડી વાર આરામ પણ મળતો નથી. મારો અભણભાઈ કેવો સુખી છે? કોઈ જાતની ચિંતા નથી કે નથી કોઈ ભાર! એ...ય નિરાંતે આહાર કરીને ઊંઘે છે!' ઇત્યાદિ વિચાર કરતાં હવે હું આ ક્લેશથી છૂટું' એવો વિચાર કર્યા કરતા હતા. ત્યાં એક વખત બધા સાધુઓ ખાસ કારણે કશે બહાર ગયા હતા ત્યારે છટકી જવાનો અવસર છે એમ જાણી તેઓ નગર બહાર ચાલી આવ્યા. તે વખતે કૌમુદી પર્વ ચાલતું હોવાથી ગામની સીમામાં એક મોટો સ્તંભ રોપી લોકોએ શણગાર્યો હતો ને તેની ફરતે સારાં કપડાં પહેરી લોકો બેઠા હતા, ને ગીતસંગીતની રંગીન સભા જામી હતી. આચાર્ય એક તરફ ઊભા રહી આ કૌતુક જોતા હતા. ત્યાં ઉત્સવ પૂરો થતાં થાંભલાં ઉપરથી વસ્ત્રાભૂષણનો શણગાર ઉતારી લોકો ચાલતા થયા. થડ જેવો એકલો થાંભલો ઉજ્જડ સીમમાં રહી ગયો, ને કાગડાઓએ ત્યાં કાગારોળ કરી મૂકી, આચાર્ય મહારાજે આ જોઈ વિચાર્યું કે, “માણસોનો સમૂહ હતો તેથી થાંભલો શણગાર્યો હતો; ને માણસોથી જ તેની શોભા હતી. એ માણસો ચાલ્યા જતાં થાંભલો હાડપિંજર જેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org