________________
જૈન શાસનના ચમકતા સિતારા પર
લાગે છે. ખરેખર પરિવારથી પરિવરેલાની જ શોભા છે, એકલાની કશી શોભા નથી. શિષ્યાદિ પરિવાર અને ધર્મથી ભ્રષ્ટ થઈ એકલા વિચારવાનો વિચાર કરનાર મને ધિક્કાર છે!” - ઈત્યાદિ વિચારતા તેઓ ઉપાશ્રયે પાછા ફર્યા. આ કાર્યનું પ્રાયશ્ચિત લઈ તે પાપની નિંદા-ગહ કરી, છતાં દુર્ભાવનાથી બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ પૂરેપૂરુ નષ્ટ ન થયું. પછી તો તેમણે શુદ્ધ ચારિત્ર્ય પાળ્યું. અંતે અણસણ પણ કર્યું ને આયુ પૂર્ણ કરી સ્વર્ગે ગયા.
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ રબારીને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. યુવાન થતાં તેમનાં લગ્ન થયાં ને તેમને એક રૂપાળી દીકરી પણ થઈ. તે દીકરી તરુણ થતાં તેનું રૂપ પણ ખીલી ઊઠ્યું. હંમેશની જેમ એક વાર ઘણા રબારીઓ પોતપોતાનાં ગાડાં ભરી બીજે ગામ ઘી વેચવા ચાલ્યા. આની સાથે આ રબારી પણ એક ગાડા સાથે હતો. કોઈ કાર્યવશ તેની દીકરી પણ સાથે હતી, જે ગાડું ચલાવતી હતી. રૂપવાન આ છોકરીને જોઈ બીજા ગાડાવાળાઓ મોહાંધ થયા. મોહવશ, ગાડાં ચલાવવા ઉપર તેઓનો કાબૂ ન રહેતાં ગાડાં આડા માર્ગે ચાલ્યાં અને મોટા ખાડામાં ગાડાઓ પડ્યાં. આ જોઈ એ રબારીએ વિચાર્યું : “અસાર અને મળ-મૂત્રની મશક જેવા સ્ત્રીના શરીરમાં બધા જ મોહાંધ બનતાં કામાંધ બને છે અને પોતાના હિતાહિતનો પણ વિચાર કરતા નથી.” આમ અશુચિ આદિ ભાવના ભાવતાં વૈરાગ્ય ઊપજ્યો. ઘી વેચી તે પોતાના ઘરે આવ્યો. પુત્રીને યોગ્ય સ્થાને પરણાવી અને સદ્ગુરુનો સમાગમ થતાં દીક્ષા લીધી. આવશ્યકાદિ સૂત્રના યોગ કરી અનુક્રમે ઉત્તરાધ્યયનના યોગ આરંભ્યા. ત્રણ અધ્યયન તો પૂરાં કર્યા, પણ ચોથા અધ્યયનના પ્રારંભમાં પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં, ઘણો જ પ્રયત્ન કરવા છતાં, ચોથા અધ્યયનના અસંખ્યજીવીય આ ગાથાનો એક અક્ષર પણ ન આવડ્યો.
આ વાત તેમણે પોતાના ગુરુને જણાવી : “અચાનક આ શું થઈ ગયું? મને ઉપાય બતાવો.” ગુરુએ કહ્યું, “તમે આયંબિલનું તપ કરો. રાગદ્વેષનો નિગ્રહ કરો અને તે માટે મા સ મ તુસ (રોષ ન કર - રાગ ન કર)નું રટણ કર્યા કરો. તેથી રાગ-દ્વેષ ઉપજાવનાર વૃત્તિ પર તમારું નિયંત્રણ થશે. આને તમે રહસ્યમય મંત્ર સમજીને રટણ કર્યા કરો. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org