________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૧૨૬
તમને ઘણો લાભ થશે.”
તે મુનિએ ગુરુમહારાજે આપેલું પદ લઈ ગોખવા માંડ્યું ને બીજો કોઈ પાઠ ન લીધો. કારણ કે બીજા પાઠ મહેનત કરવા છતાં યાદ રહેતા ન હતા. એ ગુરુએ આપેલ પદ ગોખતા જ રહ્યા. દિવસરાત એક જ ધૂન “મા સ મા તુસ’ ગોખતા. પણ ગોખતાં જીભ થોથરાવા લાગી અને આસ્તે આસ્તે અસલ મંત્રને બદલે “માસ તુસ મા તુસ મોંએ ચડી ગયું એટલે “માસ તુસ માસ તુસ” ગોખવા માંડ્યું આ સાંભળી બધા હસવા લાગ્યા. છતાં મુનિએ એ ગુરુમહારાજની શિખામણ ધ્યાનમાં રાખી અને આપેલા પદને મંત્ર જાણી રોષ ન કર્યો ને ક્ષમા રાખી. જેમ જેમ બીજા હસતા તેમ તેમ તેઓ પોતાના આત્માની વધારે નિંદા કરતા કે “હે જીવ! તું રોષ ન કર, તું તોષ (રાગ) ન કર.”
આમ ગુરુજીએ બતાવેલા રહસ્યમય શબ્દના અર્થો અને સકલ સિદ્ધાંતના સારભૂત આ પદ ગોખતા જ ગયા, તે ત્યાં સુધી કે બીજા મુનિઓએ તેમનું નામ માસતુસ મુનિ પાડી દીધું. છતાં આત્મનિંદા અને આયંબિલ તપ કરતાં ધીરતાપૂર્વક મુનિએ બાર વર્ષ વિતાવ્યાં અને એ પદ ગોખતા ગોખતા અને તેની ભાવના ભાવતા ભાવતા શુભ ધ્યાને તેઓ ક્ષપકશ્રેણીએ ચડ્યા ને લોકાલોકપ્રકાશી કેવળજ્ઞાન પામ્યા. દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. જ્યાં અક્ષર પણ ચડતો ન હોતો ત્યાં રાગ-દ્વેષ જીતીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું; પૃથ્વી ઉપર વિચરી ઘણા જીવોને ઉપદેશ આપી અંતે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા.
આમ માસતુસ મુનિ શુભ ભાવે ભાવના ભાવતા, ઉચ્ચાર ખોટો થતો હોવા છતાં સર્વ પાપનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિ પામ્યા.
પ્રાર્થના ચરમ તીર્થંકર ત્રિશલાનંદ! મહાવીર સ્વામીને વંદન, નામ તમારું લેતાં મારા પુલકે પ્રાણોના સ્પંદન. ધર્મનો રાહ બતાવ્યો સ્વામી, સહુને સુખ-શાંતિ દેવા, ભવોભવ મુજને મળજો તમારા, ચરણકમળની શુભ સેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org