________________
[૩૮]
સુવ્રત મુનિ સુવ્રત મુનિ એમનું નામ. તે જ્ઞાની, ધ્યાન અને મહાતપસ્વી હતા. તેમને માસક્ષમણનું પારણું હતું. તેઓ પહેલી પોશીના સમયે જ ચંપાનગરીમાં ગોચરી માટે નીકળ્યા. દીર્ધતપસ્વી સાધુ માટે સર્વકાળ ગોચરી માટે યોગ્ય ગણાય છે. શ્રીકલ્પસૂત્રમાં “સમાચારી વ્યાખ્યાનમાં કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય કે બીમાર સાધુની સેવાસારવાર (વૈયાવચ્ચ) કરવા માટે બે વાર પણ ગોચરી માટે જઈ શકાય. કારણ કે તપ કરતાં વૈયાવચ્ચનું ફળ સવિશેષ છે. બાળમુનિ હોય તે બે વાર પણ ગોચરીએ જઈ શકે છે. તેમ જ અઠ્ઠમ કે તેથી વધુ ઉપવાસ કરનાર તપસ્વી સાધુ પારણા માટે ગોચરીએ દિવસના કોઈ પણ સમયે જઈ શકે છે. પરંતુ પરોઢિયે લાવેલી ગોચરીને રાખી મૂકી શકાય નહિ. એવી રાખી મૂકેલી ગોચરીમાં જીવજંતુ પડવાની પૂરી સંભાવના છે.
તપસ્વી સુવ્રત મુનિ ફરતાં-ફરતાં નગરીની શ્રાવક વસ્તીમાં આવ્યા, ત્યારે ત્યાં કોઈ મંગલ પ્રસંગે સિંહકેસરિયા લાડુની પ્રભાવના થઈ રહી હતી. લોકો મોટેથી આ પ્રભાવનાની વાહવાહ કરી રહ્યા હતા. તપસ્વી મુનિએ એકથી વધુ વાર સિંહકેસરિયા લાડુનું નામ અને ગુણગાન સાંભળ્યાં. આથી તેમણે મનમાં નિર્ણય (અભિગ્રહ) કર્યો કે “આજે ગોચરીમાં માત્ર સિંહકેસરિયા લાડવા જ હોરવા.”
એવા વિચારે એક શ્રાવકના ઘરમાં “ધર્મલાભ” બોલી પ્રવેશ કર્યો. શ્રાવકે તપસ્વી મુનિનું ભાવથી સ્વાગત કર્યું, “પધારો ભગવત'; અને તેમને વહોરાવા માટે એકથી વધુ વાનગી કાઢી પણ સિંહકેસરિયા લાડવા એમાં ન હતા. તેથી મુનિ મૌનભાવે ગોચરી લીધા વિના જ પાછા ફરી ગયા. શ્રાવકે માન્યું કે મુનિને કોઈ અભિગ્રહ હશે તેથી જ ગોચરી ન વહોરી. - ત્યાંથી મુનિ બીજા શ્રાવકને ત્યાં ગયા. તેને ત્યાં પણ સિંહકેસરિયા લાડુ ન મળ્યા. ત્યાંથી ત્રીજા ઘરે ગયા ત્યાંથીય ગોચરી લીધા વિના પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org