________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૨૮
ફર્યા. આમ ફરતા ફરતા સાંજ પડવા આવી છતાંય તે ગોચરી માટે ફરતા જ રહ્યા. તેમના મનમાં સિંકેસરીયા લાડુ જ રમતા હતા. અત્યાર સુધી ક્યાંયથી તે ન મળ્યા તેથી તે ખિન્ન અને ઉદાસ પણ બન્યા. સિંહકેસરિયા વ્હોરવા માટે સાંજ પછી પણ તે ગોચરી માટે ફરતા રહ્યા.
સૂર્ય આથમી ગયો. સંધ્યાના રંગો પણ વીખરાઈ ગયા. આકાશમાં તારલા ચમકવા લાગ્યા. તપસ્વી મુનિ એક શ્રાવકના ઘરઆંગણે જઈ ઊભા, બોલ્યા, “સિંહકેસરિયા.”
શ્રાવક વિચારમાં પડી ગયો. આગણે સિંકેસરિયા કોણ બોલે છે? તે ઊભો થયો, બહાર આવ્યો. તેની આંખો વિશ્વાસ ન કરી શકી. સામે કૃશકાય પણ તેજસ્વી સાધુ ઊભા હતા. તેના આશ્ચર્યની અવધિ ન રહી. આ સાધુ “ધર્મલાભના બદલે “સિંહકેસરિયા” કેમ બોલ્યા હશે?
શ્રાવક શ્રમણોપાસક હતો, વિવેકી અને જ્ઞાની હતો. તેણે મશાલના અજવાળામાં ધ્યાનથી જોયું – “અરે! આ તો મહાતપસ્વી સુવ્રત મુનિ! માસખમણના પારણે માસખમણ કરે છે. ખૂબ જ જ્ઞાની અને ધ્યાની છે આ તો.” તેનું મન તેને પૂછી રહ્યું : “આવા વૈરાગી, જ્ઞાની અને તપસ્વી આ રાતના સમયે ગોચરી માટે કેમ નીકળ્યા હશે? કંઈક ક્યાંક કશુંક ખોટું થયું છે તે એ પામી ગયો. આ શ્રાવકને સાધુઓ પ્રત્યે અનહદ આદર અને ભક્તિભાવ હતો. તે સાધુઓની વૈયાવચ્ચ તન્મયતાથી કરતો. તેથી સાધુને સીધો પ્રશ્ન ન કરતાં તેમનું સન્માન અને સ્વમાન સચવાય તેવી રીતે વર્તવા મનથી નક્કી કર્યું.
ઉમળકાથી સાધુનું સ્વાગત શ્રાવકે કર્યું - “પધારો ભગવંત', અને પછી થાળ ભરીને વહોરાવા માટે વાનગીઓ લઈ આવ્યો. એક પછી એક વાનગી વ્હોરવા માટે આગ્રહ કરતો ગયોને મુનિ “ખપ નથી, ખપ નથી' એમ કહેતા ગયા.
શ્રાવકની મૂંઝવણ વધી ગઈ. સાધુ દરેક વાનગીની ના પાડે છે. લાગે છે કે તેમણે કોઈ અભિગ્રહ કર્યો છે. પરંતુ એ અભિગ્રહ જાણો કેવી રીતે? ત્યાં તેને યાદ આવ્યું કે સાધુ આવ્યા ત્યારે “ધર્મલાભના બદલે “સિંહકેસરિયા બોલેલા. શ્રાવકને હવે તાળો મળી ગયો. સાધુને મોટા ભાગે “સિંહકેસરિયા” લાડુનો ખપ હશે, એમ સમજી અંદર જઈ બીજે થાળ ભરી લાવ્યો, જેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org