________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૨૯
સિંહકેસરિયા લાડુ પણ હતા. શ્રાવકે કહ્યું : “મહારાજ! આ સિંહકેસરીયા લાડુનો જોગ છે. વ્હોરી મને કૃતાર્થ કરો.”
મુનિએ તરત જ પાત્રુ ધર્યું. ગોચરીમાં સિંહકેસરિયા મળ્યા તેથી તેઓ આનંદિત થયા. હવે તેમનું ચિત્ત શાંત અને સ્વસ્થ બન્યું, મુનિ બોલ્યા, “ધર્મલાભ'.
શ્રાવકની મૂંઝવણ અને ચિંતા હવે વધી ગઈ. તેને થયું કે આ મુનિ આ લાડવાની લોલુપતાથી રાત્રિભોજન કરશે તો તેમનું મહાવ્રત ખંડિત થશે. હું શું કરું તો આ મુનિરાજ મહાદોષમાંથી ઊગરી જાય?
ત્યાં તેના મનમાં ચમકારો થયો. મુનિ પાછા ફરવા જાય છે ત્યાં જ તેને વિનયથી કહ્યું : “હે તપસ્વી ભગવંત! એકાદ મિનિટ મારા માટે થોભવાની કૃપા કરો. આ જ મેં પુરિમુઠ્ઠનું પચ્ચખાણ ધાર્યું છે. એનો સમય થયો કે નહિ તે કહેવા કૃપા કરો.”
તપસ્વી મુનિએ સમય જોવા આકાશ તરફ આંખ ઊંચી કરી જોયું; અને એ ગજબની હેબત ખાઈ ગયા. હૈયે ધ્રાસકો પડ્યો : અરે! રાત થઈ છે આતો અને હું રાત્રે શ્રાવકના ઘરે ગોચરી માટે આવ્યો છું! ઓહો! મારાથી આ શું થઈ ગયું?! લાડવાના લોભ અને લાલસામાં હું મારી મર્યાદા પણ ભૂલી ગયો? ધિક્કાર છે મને અને મારી આ આહારલાલસાને..! આમ આત્મનિંદા કરતા મુનિએ સ્વસ્થતા અને કૃતજ્ઞભાવે કહ્યું – “હે શ્રાવક! તું સાચે જ તત્ત્વજ્ઞ અને વિનયી શ્રાવક છે. ખરેખર તું કૃતપુણ્ય છે. શ્રાવકનું કર્તવ્ય સમજી તે મને ગોચરી તો હોરાવી, પણ વિનય અને વિવેક સાચવીને તેં મને પચ્ચખાણનો સમય પૂછીને સંસારમાંથી ડૂબતો બચાવી લીધો. સાચે જ શ્રાવક! તારી પ્રેરણા ઉત્તમ અને આદરણીય છે. માર્ગથી ગબડેલાને - માર્ગ ભૂલેલાને સાચા પંથે ચડાવનાર તું મારો ધર્મગુરુ છે. હું તને વંદન કરું છું.”
જાણ્યા અને સમજ્યા પછી સુજ્ઞજન એ ભૂલનું કદી પુનરાવર્તન નથી કરતો. મુનિને પાતાની ભૂલ સવેળા સમજાઈ. તેમણે શ્રાવક પાસે એકાંત જગ્યાની યાચના કરી અને ત્યાં એ મુનિ કાયોત્સર્ગ કરી આત્મધ્યાનમાં લીન બન્યા.
સવાર પડી. મુનિ રાતની ગોચરીને પરઠવા શુદ્ધ ભૂમિ તરફ ગયા, લાડુનો ભૂક્કો કરતા ગયા. ભૂકો કરતા કરતા એ પોતાના આત્માને વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org