________________
[૩૫]
વરદત્ત મુનિ
૧
વરદત્ત નામના મુનિ ઇર્યા સમિતિમાં સદા તત્પર રહેતા. તેમના ઉપયોગની શક્રેન્દ્રે પોતાની સભામાં પ્રશંસા કરી. આ વાત એક દેવને ગળે ન ઊતરી. તે મુનિનું પારખું કરવા આવ્યો... ને મુનિના માર્ગમાં અસંખ્ય માખી જેવડી ઝીણી ઝીણી દેડકી વિકર્વી. તેનાથી આખો માર્ગ છવાઈ ગયો. પગ મૂકવાની પણ જગ્યા ન જોઈ, મુનિ ઇર્યા સમિતિમાં સાવધાન થઈ ત્યાં જ સ્થિર થઈ ગયા. દેવે લડતા હાથીઓ વિકુર્વ્યા. જાણે હમણાં ઉપર જ આવી પડશે એમ લાગવા છતાં સ્વયંને બચાવવા ખસ્યા જ નહીં. દેવે વિકુર્વેલા માણસો રાડ પાડી કહેવા લાગ્યા, ‘ઓ મહારાજ! જલદી માર્ગમાંથી ખસી જાઓ, અરે ખસી જાઓ. આ હાથીઓ કચરી નાખશે.’ પણ તેઓ તો સ્વભાવ દશામાં રમતા જ રહ્યા. ત્યાં તો હાથી દોડતો આવ્યો ને માર્ગમાં ઊભેલા મુનિને સૂંઢથી પકડી આકાશમાં ઉછાળ્યા. ઉપરથી નીચે પડતા મુનિ વિચારે છે કે ધરતી પર તો અસખ્ય દેડકીઓ છવાઈ ગઈ છે. ભૂમિનું પ્રમાર્જન પણ નહીં કર્યું હોય ત્યાં આ મારું શરીર પડશે ને કોણ જાણે કેટલીયે દેડકીઓનો કચ્ચરઘાણ નીકળી જશે. દેવે ઘણી રીતે વ્યથિત કર્યા પણ તેઓ ઇર્યા સમિતિથી ભ્રષ્ટ થયા નહીં. તેથી પોતાના સ્વયંના જ્ઞાનથી અને ઇન્દ્ર મહારાજના વચનથી તેણે મુનિની અડગતા, ભાવની નિર્મળતા ભાળી. દેવ પ્રગટ થયો, ને પ્રણામ કરી બધી વાત નમ્રતાપૂર્વક જણાવી. પોતે કરેલ અપરાધની ક્ષમા માગી ને મુનિની ઘણી પ્રશંસા કરી. તેના મિથ્યાત્વનો નાશ થતાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. ઘણો પ્રસન્ન થઈ તે દેવ સ્વર્ગે ગયો.
આ પ્રમાણે વરદત્ત મુનિની જેમ ઇર્યા સમિતિ નામનો પ્રથમ ચારિત્ર્યાચારૐ સર્વે મુનિઓએ – વિરતિવૃંતોએ પાળવો. તે મુનિરાજનું વિરતિમય જીવન જોઈ મિથ્યાત્વી દેવ પણ સમ્યક્ત્વ પામ્યો.
-
૧. ઇર્યા સમિતિ એટલે ચાલતી વખતે પગ નીચે આવીને કોઈ પણ ત્રસ કે સ્થાવર જીવ કચડાઈ ન જાય, મરી ન જાય તેની સાવધાની રાખવી.
૨. જયણાપૂર્વક સાફસુફી.
૩. ઇન્દ્રિયો, વિષયો અને કષાયોના વિજયવાળું ત્યાગી જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org