________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૨૨
રત્નહાર પણ જોયો. રાજસેવકો તેને બાંધીને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ પૂછ્યું, ‘સુનંદ! રાણીનો રત્નહાર તારી પાસે કેવી રીતે આવ્યો?” સુનંદે આ કે બીજા કોઈ જ પ્રશ્નનો જવાબ ન આપ્યો. રાજાએ કોષાયમાન થઈ સુનંદનો વધ કરવાનો હુકમ કર્યો.
બીજે દિવસે સુનંદને વધસ્થાને લઈ જવાયો. રાજાની આજ્ઞાથી મયૂરના જીવવાળો સેવક સુનંદનો વધ કરવા માટે ગયો. સુનંદનું માથું ધડથી જુદું કરવા તેણે જેવું ખડ્ગ ઉપાડ્યું કે તરત જ ખડ્ગના ટુકડે ટુકડા થઈ ગયા. બીજા સેવકોએ આવી બીજાં હથિયારોની સુનંદનો વધ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એ બધાં જ હથિયારોની દશા પેલા ખડ્ગ જેવી થઈ, ઘા ઉગામતા જ તે દરેક શસ્રના ટુકડે ટુકડા થઈ જતા.
સેવકોએ આ હકીકત તરત જ રાજાને જણાવી. રાજા દ્વેષરહિત થઈ તરત જ ત્યાં આવ્યા અને સુનંદને છોડી દેવાની આજ્ઞા આપી. મુક્તિ મળતાં સુનંદે પૌષધ પાર્યો અને પોતાના ઘરે ગયો. પરવારીને પાછો રાજા પાસે આવ્યો અને વિનયથી કહ્યું, ‘રાજન! હું શ્રાવક છું અમે શ્રાવકો કદી ચોરી નથી કરતા. પૂછ્યા વિના તણખલાને પણ હાથ નથી અડકાડતા. પૂર્વભવની પૂણ્યાઈના પ્રતાપે આવા તો ઘણા રત્નહાર મારા ભંડારમાં છે. આપને તે જોવા માટે હું અત્યારે નિમંત્રણ આપવા આવ્યો છું.’
રાજા સુનંદની સાથે ગયો. સુનંદનો ધનભંડાર જોઈ રાજા અજાયબી પામ્યો. રાણીના રત્નહારથી વધુ કીમતી હાર તેના ભંડારમાં પડ્યા હતા. છેવટે તેણે સુનંદને પૂછ્યું, ‘સુનંદ! તો પછી ગઈ કાલે રાતે તમને બાંધીને લાવ્યા અને મેં હાર વિષે પૂછ્યું ત્યારે તમે કેમ કંઈ જણાવ્યું નહીં?” સુનંદ કહે - ‘રાજ! ગઈ કાલે પર્વનો દિવસ હતો. પર્વના દિવસોએ હું પૌષધ કરું છું. પૌષધમાં કંઈ પણ સાવદ્ય આભૂષણ વગેરેની વાત કરી શકાય નહીં.'
સુનંદનો આ નિયમ જાણી રાજાને તેના પ્રત્યે માન થયું, રાજાએ તેની ખૂબ જ પ્રશંસા કરી અને તે પોતાના મહેલમાં પાછો ફર્યો.
સમય જતાં સુનંદે પોતાનો કારભાર પોતાના પુત્રને સોંપી દીધો અને પોતે દીક્ષા લઈ લીધી. કાળક્રમે તેને કેવળજ્ઞાન થયું. એક દિવસ વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org