________________
જૈન શાસનનાં ચમકતા સિતારા ૦ ૨૬૫
અંતરમાં રૂા ભાવ પ્રકટે છે: “ઓહ! કેવું સારું કાર્ય થયું. મહમ્મદ જેવો સન્મિત્ર સૌને મળજો. સૌનું ભલું થજો. આજે જે મેં ત્યાગ કર્યો તે તો નાનો છે! આજ સુધીમાં કેટલાયે મહાપુરુષો થયા છે! કેવા એ ત્યાગી!”
માર્ગમાં ડુઆ ગામ આવ્યું. ડુઆમાં સુંદર જિનાલય છે, ઊંચું અને શિખરબંધી, ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું. નથુશાએ જિનમંદિરની જાત્રા કરી અને પ્રાર્થના કરી, “પ્રભુ, સૌનું કલ્યાણ કરજે.”
નથુશા ધાનેરા પહોંચ્યા. એમણે આજ સુધીમાં આ ગામ જોયેલું નહીં. એમને માટે આ અજાણી ધરતી અને અજાણ્યા લોકો. ધાનેરાના ઊગમણે દરવાજે એમણે ખૂણાની જગ્યા પસંદ કરી અને ત્યાં એ કાઉસગ્ન મુદ્રામાં ઊભા રહી ગયા.
ધાનેરા નાનું ગામ. વાત ફેલાતી ગઈ અને લોકો એમનાં દર્શને આવવા લાગ્યા. એ ઉપવાસ કરે છે અને મૌન પાળે છે. આજુબાજુનાં ગામોથી પણ લોકો દર્શનાર્થે આવવા લાગ્યા.
વડગામડામાં મહમ્મદને કાને એમના અપૂર્વ ત્યાગની ભાળ મળી. એ પણ દોડી આવ્યો. એણે હાથ જોડી નથુશાને પાછા વળવા વિનંતી કરી. પરંતુ નથુશા તો પ્રભુનું નામ લેતા મૌન ખડા હતા. મહમ્મદે એમના ચરણોમાં મૂકીને કહ્યું, “હે ત્યાગી શેઠ! મને ક્ષમા કરજો. તમે તો મોટા તપસ્વી નીકળ્યા! હું પણ આજથી જીવ પ્રત્યે પ્રેમ રાખીશ. માંસાહાર નહીં કરું. મારો વંશજ પણ માંસાહાર નહીં કરે.”
થરાદ સ્ટેટના મહારાજા દોલતસિંહજી ત્યાં દોડી આવ્યા. એમણે વિરલ ત્યાગી નથુશાની અનુમોદના કરતાં કહ્યું, “શેઠ! તમારા સ્મરણમાં પાંચ વીઘા જમીન ગૌચર માટે અર્પણ કરું છું.”
તપસ્વી નથુભા કાળ સામે ઝઝૂમતા રહ્યા. એ ઉપવાસી હતા. બોંતેર દિવસના ઉપવાસ પછી એમણે નશ્વર દેહ ત્યજ્યો. સહુએ જૈન ધર્મના તપ, ત્યાગનો જયજયકાર કર્યો.
તપસ્વી નથુશાની સ્મૃતિમાં ખડું થયેલું “મૃતિમંદિર' ધાનેરાના દરવાજે આજે પણ ઊભું છે. સહુ ત્યાં ભક્તિભાવથી ફૂલ ચઢાવે છે અને સહુના અંતરમાં નથુશાના આ બલિદાનનું સ્મરણ પવિત્ર ભાવના પ્રકટાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org