________________
[૭૭]
શેઠ જાવડશા
પંડિત શ્રી વીરવિજયજી નવાણું પ્રકારી પૂજામાં કહે છે કે “સંવત એક અઠલંતરે રે જાવડશાનો ઉદ્ધાર.” પૂજામાં આપણે આ ઘણી વાર સાંભળ્યું છે. પણ આ ઉદ્ધાર કરતાં જાવડશાને કેવી મુશ્કેલીઓ આવી અને કેવી ધીરજથી મુશ્કેલીઓનો સામનો કરી પાર ઊતર્યા તે કથા પુરુષાર્થનો મહિમા કેવો છે તે સમજાવે છે.
કથા કંઈક આવી છે : જાવડશાના પિતાજી ભાવડશાએ વિક્રમ રાજાને ઊંચી ઓલાદના ઘોડા ભેટ કરેલા તેથી રાજી થઈ વિક્રમરાજે મધુમતી સાથે બીજાં બાર ગામ ભાવજડશાને ભેટ આપેલા. મધુમતી એટલે આજનું મહુવા. આ મહુવામાં જાવડશાનો જન્મ.
શત્રુંજયની તળેટીમાં આવેલ ઘેટી ગામના શૂર નામના એક વણિકની પુત્રી સુશીલા સાથે તેમનું લગ્ન થયું. એક વાર જાવડશા સાસરે આવ્યા. શત્રુંજયની જાત્રા કરી. જાત્રા કરતાં તેમણે જોયું કે દાદા આદીશ્વર પરમાત્માનું મંદિર જર્જરિત બની ગયું છે અને બીજાં મંદિરોની પણ આવી દુર્દશા ખુદ તીર્થનો અધિષ્ઠાયકદેવ મિથ્યાદષ્ટિ બની જતાં તેણે જ કરી છે. એ વખતના યુગપ્રધાન આચાર્યશ્રી વજસ્વામી આ વાત જાણતા અને પોતે પણ શું કરવું તેની ચિંતામાં હતા.
એક દિવસ જાવડશા અને આચાર્યશ્રી ભેગા થઈ ગયા. બન્ને ભેગા થઈ શત્રુંજયનો ઉદ્ધાર કરવા સજ્જ બન્યા.
ગુરુજીના ઉપદેશ અને શ્રેષ્ઠીની સંપત્તિથી કાર્યનો શુભારંભ થયો. પહાડ ઉપર જ નૂતન પ્રતિમાઓનું નિર્માણ કાર્ય શરૂ થયું. વર્ષોની મહેનતે પ્રતિમાઓ તૈયાર થઈ. બીજે દિવસે પ્રતિમાઓને મંદિરમાં પ્રતિષ્ઠિત કરાવવાની વિધિ હતી; પણ અરે આ શું? સવારના પહોરમાં જ્યાં જાવડશા તળેટીથી પહાડ ઉપર ચઢવા પગ મૂકે છે ત્યાં એ બધી પ્રતિમાઓ પોતાના જ પગ આગળ ખંડિત થયેલી જોવા મળે છે! જાવડશાને ક્ષણ એક તો કારમો આઘાત લાગ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org