________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૬૦
પણ પછી તરત દુષ્ટદેવનું તોફાન તેઓ સમજી ગયા. જરાય હિંમત હાર્યા વગર નવેસરથી પહાડ ઉપર પ્રતિમાઓ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. પણ ફરી એ જ દશા. ફરી નવ નિર્માણ અને ફરી એ જ ટુકડાઓમાં રૂપાંતર! આમ એક-બે વાર નહીં પણ વીસ વાર બન્યું.
એકવીસમી વખત પ્રતિમાઓ તૈયાર થઈ. હવે જાવડશાએ જાનની બાજી લગાવવા નિશ્ચય કર્યો. પ્રતિમાઓને રથમાં પધરાવી. રથનાં બે પૈડાં આગળ જાવડશા અને તેમનાં પત્ની સુશીલા સૂઈ ગયાં. દુષ્ટદેવને આહ્વાન કરી જણાવ્યું કે હવે અમારી ઉપર પૈડાં ચલાવીને જ આ પ્રતિમાઓથી ભરેલો રથ હાંકજો. દેવે નમતું જોખ્યું. બત્રીસલક્ષણાનો ભોગ લેવા જેટલો તે ક્રૂર ન બની શક્યો.
શ્રી વજસ્વામીજીના શુભ હસ્તે જ રંગેચંગે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ. એ દિવસે જાવડશા અને તેમનાં પત્ની પ્રભુજીની પ્રતિષ્ઠા કરીને ધજા ફરકાવવા શિખર ઉપર ચડ્યાં. કાર્યસિદ્ધિનો હર્ષાવેશ બંનેના ઉરમાં સમાતો ન હતો. ધજા ફરકાવતાં હૃદયમાં આનંદનું પૂર ઊછળતું હતું, ત્યારે શિખર ઉપર જ એ દંપતીનું હૃદય બંધ થઈ ગયું અને તેઓ મૃત્યુ પામ્યાં. બન્ને શુભ ધ્યાનમાં ભરી દેવાત્મા તરીકે ઉત્પન્ન થયાં.
આવી શક્તિ માનવમાં ભરી હોય છે. દૈવી તત્ત્વોને પણ આ શક્તિ નમાવી શકે છે.
ક;
ખામેમિ સવજીવે, સવૅજીવા ખમંતુમે ! મિત્તિમે સ્વભૂએસુ, વેર મજઝ ન કેણઈ II
ક
શિવમસ્તુ સર્વ જગત : પરહિત નિરતા ભવતુ ભૂતગણા દોષાઃ પ્રયાન્ત નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org