________________
[૮].
વિલા પતિ
પોતનપુરમાં સૂરનામક રાજા રાજ્ય કરે. ત્યાં જિનધર્મી વિદ્યાપતિ નામના શ્રીમંત શેઠ રહેતા હતા. તેમને શૃંગાર મંજરી નામની ગુણીયલ પત્નિ હતી. એકવાર શેઠને સ્વપ્નમાં લક્ષ્મીદેવીએ કહ્યું: “આજથી દશમે દિવસે હું તમારા ઘરમાંથી ચાલી જઈશ તરત જાગી પડેલા શેઠ ચિંતા કરવા લાગ્યા કે “હવે નિર્ધન થઈ જઈશ તો મારું શું થશે?મૂળથી જ જે માણસ નિધન હોય તેને ગરીબની પીડા ઓછી લાગે છે, પણ ધનવાન હોવા પછી નિર્ધન થવું તો ઘણું મુશ્કેલ લાગે છે. પતિને ખિન્ન જોઈ શૃંગારમંજરીએ ઉદાસીનતાનું કારણ પૂછવું. શેઠે સ્વપ્નની વાત જણાવી કહ્યું “આ સંસારનો સમસ્ત વહેવાર પૈસા ઉપર ઊભો છે. ધન વગર શું કરીશું?
શેઠની વાત સાંભળી ધર્યપૂર્વક શેઠાણી શૃંગારમંજરીએ કહ્યું, “સ્વામી! નકામો ખેદ કરો છો. લક્ષ્મી તો ધર્મથી જ સ્થીર થાય છે. જ્યાં સુધી પરિગ્રહ પરિમાણરૂપ પાંચમું અણુવ્રત ન લીધું હોય ત્યાં સુધી ત્રણે લોકનાં ધનના પરિગૃહનું અવિરતિના લીધે પાપ લાગ્યા કરે છે” ઇત્યાદિ પત્નિનાં વચનથી પ્રેરાઈ વિદ્યાપતિએ પાંચમું વ્રત ગ્રહણ કર્યું. અને સાતે ક્ષેત્રમાં છૂટા હાથે લક્ષ્મી વાપરવા માંડી જે આવે તેને આપે, કોઈ ખાલી હાથ ન જાય. આમ કરતાં આઠ દિવસ તો આનંદ આનંદ વર્તાઈ રહ્યો. યશ અને માન પણ ઘણાં મેળવ્યાં, હવે સવારના યાચકો આવશે તો હું શું આપીશ? ના પાડવી તેના કરતાં પરદેશ ચાલ્યા જવું સારું છે.” ઇત્યાદિ વિચારણા કરતાં ઉંઘ આવી ગઈ. સ્વપ્નમાં પોતાનું ઘર લક્ષ્મીથી ભરાયેલું જોયું. જાગીને લક્ષ્મીને પ્રત્યક્ષ જોઈ સંકલ્પ કર્યો કે ચતુર્વિધ શ્રી સંઘને હું શત્રુજ્ય ગિરિરાજની સંઘ યાત્રા કરાવીશ.
નવ દિવસ પૂરા થતાં તેને વિચાર્યું લક્ષ્મીને જવું હોય તો સુખેથી જાય. મારે હવે કશી ચિંતા નથી.' એમ વિચારતાં ઉંઘ આવી ગઈ. સ્વપ્નમાં લક્ષ્મી દેવીએ આવી કહ્યું: “તમારા પ્રબળ પુણ્યથી હું વિષેશ વૃદ્ધી પામી છું. ને સ્થીર થઈ છું. હે શ્રેષ્ઠી! હવે તમારા ઘરમાંથી જવું મારા માટે શક્ય નથી; માટે ઇચ્છા પ્રમાણે ધન વાપરો!! જાગીને વિદ્યાપતિએ સ્વપ્નની બધી બીના પત્નિને જણાવતાં કહ્યું – “હવે લક્ષ્મી આપણે ત્યાં સ્થિર થઈ છે. પરંતુ આપણે તો વ્રતધારી છીએ. આપણે પાંચમું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org