________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૨૬૯
પરિગ્રહ પરિમાણરૂપ વ્રત લીધેલ છે. આપણા આ વ્રતને જરાય હાની ન થવી જોઈએ. વ્રત સચવાય તે માટે બન્ને સવારે તૈયાર થઈ ઘર છોડી ચાલી નિકળ્યા. નગર બહાર જતાં જ પંચદિવ્ય થતાં રાજ્ય મળ્યું. વિદ્યાપતિ - શ્રૃંગારમંજરીને પ્રધાન આદી આદર અને આગ્રહપૂર્વક રાજમહેલમાં લઈ ગયા. રાજ્યભિષેકની તૈયારી જોઈ સાફ ના પાડી જણાવ્યું કે, મારે પરિગ્રહનું પરિમાણ છે, માટે હું રાજ્ય લઈ શકું તેમ નથી. ત્યાં આકાશ વાણી થઈ “શેઠ! તમારા પ્રબળ પુણ્યયોગે -ભોગ કર્મ પણ પ્રબળ છે, માટે તેનું ફળ સ્વીકારો.
આ સાંભળી શેઠે રાજસિંહાસન પર વીતરાગ પ્રભુની પ્રતિમા બેસાડી ઠાઠમાઠથી તેમનો અભિષેક કર્યો - મંત્રીઓને રાજ્ય કારભાર ભળાવી પોતે ન્યાયપૂર્વક જે દ્રવ્ય આવે તેના પર જિનેન્દ્ર દેવના નામની મહોર મારવા લાગ્યા. વર્ષોવીત્યા પણ પોતે લીધેલા નિયમને ઉની આંચ ન આવવા દીધી.
યોગ્ય વખત આવતા રાજ્ય પુત્રને સોંપી પોતે દીક્ષા આરાધી સ્વર્ગે ગયા. ત્યાર પછી પાંચ ભવ કરી મોક્ષપદ પામશે.
આ રીતે વિદ્યાપતિ શ્રેષ્ઠીનું આ ઉદાહરણ સાંભળી ધર્મની ભાવનાવાળાં જીવોએ પરિગ્રહ પરિમાણરૂપ પાંચમું વ્રત ગ્રહણ કરવા તત્પર થવું.
કડવાં ફળ છે ક્રોધના કડવા ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રીસ તણો રસ જાણીએ, હલાહલની તોલે...૧ ક્રોધે કોડ પૂરવ તણું, સંયમફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય... ૨ સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી ગયો, થયો ચંડકોસિઓ નાગ..૩ આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળજ્ઞાની, હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી...૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી, કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નાહી...૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org