________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૦
પેલા માણસે જવાબ આપ્યો, ‘તમારા ખભા ઉપરનું શબ જીવતું થવાનું હોય તો શા માટે બળેલું ઝાડ નવપલ્લવિત નહિ થાય?
બળભદ્રને આ જવાબ સ્પર્શી ગયો. ભાઈ ઉપરનો મોહ ઘટતો ગયો. બુદ્ધિ આડેનો પડદો ખસી ગયો અને તેમને પ્રતીતિ થઈ કે જરૂર મારો ભાઈ કૃષ્ણ મરણ પામ્યો છે.
એ જ સમયે પેલા દેવ પ્રકટ થયા અને બોલ્યા, “હે બંધુ! હું સિદ્ધાર્થ, એક વખતનો તમારો મિત્ર. આંધળા મોહથી તમને મુક્ત કરવા મેં જ આ બધી માયા કરી હતી. તમને સત્ય સમજાયું તેથી પ્રકટ થયો છું.” અને પછી તેમણે જરાકુમારના બાણથી કૃષ્ણનું કઈ રીતે મૃત્યુ થયું તેની વાત સમજાવી. એ જાણી બળભદ્ર કૃષ્ણના મૃતદેહને ખભા ઉપરથી ઉતારી તેનો સમુચિત અગ્નિસંસ્કાર કર્યો.
આ સમયે ભગવાન શ્રી નેમિનાથ વિચરતા હતાં. તેમણે જ્ઞાનબળે બળભદ્રના અજ્ઞાનનો અંધકાર દૂર થયેલો જામ્યો. તેમણે એક ચારણમુનિને તેમની પાસે મોકલ્યા. મુનિની વાણીથી પ્રેરણા પામી બળદેવે દીક્ષા અંગીકાર કરી અને બાજુના પર્વત ઉપર જઈ તેઓ ધ્યાન ધરવા લાગ્યા.
ધ્યાન પૂરું થતાં, માસક્ષમણના પારણાના દિવસે બળભદ્ર મુનિ એક નગરમાં ગોચરી માટે જઈ રહ્યા હતા. ત્યાં એક કૂવા ઉપર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. તેમાં એક સ્ત્રી નાના બાળક સાથે પાણી ભરવા આવી હતી. તેણે મુનિને જોયા. જોતાં જ તેની આંખોમાં વિકાર ઉદ્ભવ્યો. એકીટશે તે મુનિના રૂપ અને યૌવનને જોઈ રહી. ઝગારા મારતું મુનિનું મુખારવિંદ જોઈ તે ભાન ભૂલી ગઈ અને તે મોહાંધ નારી ઘડાને ફાંસો બાંધવાના બદલે પોતાના બાળકને ગળે ફાંસો બાંધી રહી. મુનિથી આ કેમ સહન થાય? તેમણે તરત જ તે સ્ત્રીને સાવધ કરી.
આ પ્રસંગથી મુનિ બળભદ્રનું અંતર ધ્રૂજી ઊઠ્યું, “અરેરે! મારા રૂપના પાપે આવો અનર્થ? ધિક્કાર છે મારા રૂપ અને દેહસૌષ્ઠવને!” એમ વિચારી તેમણે નક્કી કર્યું કે કદી નગરમાં ગોચરી માટે જવું નહીં. વનમાં આવતા કઠિયારા આદિ પાસેથી ગોચરી વ્હોરવી.
વનમાં તપ કરતા મુનિની કીર્તિ નગરમાં પ્રસરી. એમની પ્રશંસા ત્યાંના રાજાના કાને પણ પહોંચી. રાજાએ વિચાર્યું, “આ કોઈ સાધુ તપ કરીને પોતાના બળથી મારું રાજ્ય લઈ લેવાનો ઈરાદો રાખતો હોવો જોઈએ. એમ વિચારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org