________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯૬
સુંદર નગરી દ્વારકાનો તાપસે સાચે જ વિનાશ કર્યો. એ જો હવે મને અત્યારે મળી જાય તો તેને મારીને જ મારો શ્વાસ છોડું.”
આ અશુભ ભાવના – દુર્ગાન સાથે કૃષ્ણ પોતાના પ્રાણ છોડ્યા. દેહ છોડીને તેઓ ત્રીજા નરકે ગયા.
ત્યાં થોડી વારમાં કમળના પાંદડાના પડિયામાં પાણી લઈને બળરામ આવ્યા. કૃષ્ણના મોઢા ઉપર પીતાંબર ઓઢેલું હતું તેથી તે ઊંધે છે એમ સમજી બળરામે કહ્યું, “ભાઈ, ઊઠો. જુઓ હું ઠંડું પાણી લઈ આવ્યો છું.” એમ બેત્રણ વાર કૃષ્ણને બૂમ મારી. પણ કૃષ્ણનો જવાબ ન મળતાં તેમણે તરત જ પીતાંબર ખેંચી લીધું. પીતાંબર હટતાં જ કૃષ્ણનું ખરું અંતિમ સ્વરૂપ જોવા મળ્યું ઃ ડાબો ચરણ વીંધાઈ ગયો હતો અને કૃષ્ણનું શરીર નિશ્રેત્ હતું. બળરામનું હૈયું તે જોઈ ધ્રૂજી ઊઠ્યું, “ના, ના. આવું કદી ન બને. કૃષ્ણ! કૃષ્ણ! મારા ભાઈ! તમે ઊઠો. બોલો, કહો કે હું જે જોઉં છું તે સત્ય નથી. ભ્રમ છે.” બળરામની આંખોમાંથી અનરાધાર આંસું પડવા લાગ્યાં.
ધર્મગ્રંથો કહે છે કે, કૃષ્ણના શોકમાં બળરામ કૃષ્ણના મૃતદેહને લઈ છછ માસ સુધી ઠેર ઠેર ફરતા રહ્યા.
બળદેવના મિત્ર સિદ્ધાર્થ, જે હાલ દેવભવમાં હતા તેમને આની જાણ થતાં તેઓ બળદેવને બોધ પમાડવા રૂપ બદલીને ધરતી ઉપર આવ્યા. કૃષ્ણના મૃતદેહને લઈને બળદેવ એક રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં ખેડૂત રૂપે આવીને ઊભા રહ્યા અને ખડક ઉપર કમળનાં બીજ વાવવા લાગ્યા. આ જોઈ બળદેવ તેમને ઠપકો આપતાં કહ્યું, “મુખ! પથ્થર ઉપર તે કંઈ કમળ ઊગતાં
હશે?”
ખેડૂતે કહ્યું, “ભાઈ! એ પણ ઊગશે. જે દિવસે તારા આ ખભા ઉપરનું શબ જીવતું થશે ત્યારે આ પથ્થર ઉપર કમળ જરૂર ખીલશે.”
ખેડૂતનો જવાબ બળદેવને હૈયાસોંસરો ઊતરી જાય તેવો હતો, પણ બળદેવ ત્યારે કશું વિચારવાના મિજાજમાં ન હતા. તેઓ આગળ વધ્યા.
આગળ જતાં તેમણે એક માણસને બળી ગયેલા ઝાડને પાણી પાતો જોયો. તેમણે તેને કહ્યું, “બેવકૂફ! બળી ગયેલા ઝાડને પાણી પાવાથી શું તે કદી નવપલ્લવિત થઈ શકવાનું છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org