________________
[૮૩]
બળદેવ મુનિ
શ્રીકૃષ્ણ અને બળરામ બળતી દ્વારકાને છોડી ચાલી નીકળ્યા. ઘણા દિવસ સુધી તેમણે બળતી દ્વારકાને એક પર્વત ઉપર ચડીને જોઈ. ત્યાંથી હસ્તિનાપુર જવા નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ કૌસાંબી નગરી પાસેના વનમાં આવ્યા. વનમાં એક ઝાડ નીચે બન્ને બેઠા. કૃષ્ણને તરસ લાગી હતી. બલરામે તેમને
ત્યાં જ આરામ કરવા કહ્યું અને પોતે ભાઈ માટે પાણી લેવા ગયા. અહીં કૃષ્ણ પીતાંબર ઓઢી, ઢીંચણ ઉપર ડાબો પગ મૂકીને ઝાડ નીચે સૂઈ ગયા. કાળનું કરવું, જરાકુમાર ફરતો ફરતો આ જંગલમાં આવી ચડ્યો. તેને ઝાડ નીચે કોઈ હરણ સૂતું છે એમ લાગ્યું અને શિકાર માટે તેણે બાણ છોડ્યું. બાણ સરરર કરતું શ્રીકૃષ્ણના ડાબા પગમાં ઘૂસી ગયું” “કયા દુષ્ટ આ બાણ છોડ્યું?” તે રાડ પાડી ઊઠ્યા.
જરાકુમારનો ભ્રમ ભાંગ્યો. પોતાના હાથે ભાઈને કષ્ટ થયું જાણી તેના પસ્તાવાનો પાર ન રહ્યો. ભાઈ કૃષ્ણ પાસે જઈ તેણે ક્ષમા માગી અને પોતાના કૃત્યને તે ધિક્કારવા લાગ્યો.
કૃષ્ણ કહ્યું, “ભાઈ, રડ નહિ, તારા આત્માને હવે વધુ ને ધિક્કારીશ. જે થવાનું હતું તે જ થયું છે. ભગવાને આ થવાનું કહ્યું જ હતું. હવે તું હસ્તિનાપુર જા અને બધાને દ્વારકાદાની વાત કરજે; અને તું હમણાં જ અહીંથી દોડ. નહિ તો બલરામ આવશે અને એ જાણશે કે તે મને બાણ માર્યું છે તો કદાચ તે ગુસ્સામાં તારી હત્યા કરી નાખશે.” જરાકુમાર રડતી આંખે ચાલ્યો ગયો.
જરાકુમારના ગયા બાદ કૃષ્ણ પોતાની વેદનાને સમતાભાવે વિચારવા લાગ્યા : “આ તીર મને નથી લાગ્યું, મારા શરીરને વાગ્યું છે. આથી દેહને પીડા થાય છે, મને નહીં. ગજસુકુમાલની વેદનાની સરખામણીમાં મારી આ વેદના તો કંઈ જ નથી. ધન્ય છે તેમને કે જેમણે અંગારાને ફૂલની જેમ વધાવ્યા.”
આ શુભ ભાવના તેની ચરમ સીમાએ પહોંચે ત્યાં જ અંતિમ સમયે આ ભાવના બદલાઈ, વેદના અસહ્ય બનતાં કૃષ્ણને વિચાર આવ્યો, “અરેરે! મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org