________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯૪
પણ “મગરવાડિયા વિરના નામે પ્રખ્યાત છે. સૂરિસમ્રાટે પિંડીની સ્થાપના કરીને શ્રી માણિભદ્રવીર-ઈન્દ્રને જિનશાસન-અધિષ્ઠાયક પદની સાથે ગચ્છરક્ષકની પદવી પણ ભાવભર્યા હૈયે એનાયત કરી. એ પદ પામીને ઇન્દ્ર પરમ હર્ષ વ્યક્ત કર્યો. જિનશાસનના પરમ પ્રભાવક પ્રચારક પૂજ્ય આચાર્યભગવંત શ્રી શાંતિસોમસૂરીશ્વરજીએ ૧૨૧ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરીને શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કર્યા હતા અને તેમનાં કરકમળોથી જ આગલોડમાં સંવત ૧૭૩૩માં મહાસુદ પાંચમના પાવન દિવસે શ્રી માણિભદ્રવીરના ધડની સ્થાપના કરવામાં આવી; જ્યારે ઉજ્જૈનમાં તેમના મસ્તકની પૂજા થવા લાગી. આજે ગામેગામમાં શ્રી માણિભદ્રવીરની પૂજા જિનાલયોમાં થઈ રહી છે.
ધન્ય જીવન.. ધન્ય કવન !
ધન્ય શાસન રક્ષણહાર ! ધન્ય એકાવતારી તું માણિભદ્રવીર સાચો !! ધારેલું સહુ કામ સિદ્ધ કરવા, છો દેવ સાચા તમે; ને વિપ્નો સઘળો વિનાશ કરવા, છો શક્તિશાળી તમે; સેવે જે ચરણો ખરા હૃદયથી તેને ઉપાધિ નથી; એવા શ્રી માણિભદ્ર દેવ ! તમને વંદું ઘણા ભાવથી.
અરિહા શરણા અરિહા શરણું, સિદ્ધા શરણં, સાહુ શરણે વરીએ; ધમ શરણં પામી વિનયે જિનઆણાં શિર ધરીએ. અરિહા શરણં મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા, સિદ્ધ શરણં મુજને હોજો, રાગદ્વેષને હણવા. સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા, ધમ્મ શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા. મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે, ચિઠ્ઠન કેરી ડૂબતી નૈયા, શાશ્વત નગરે વાળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org