________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯૩
સાથે તેણે સંયમ અંગીકાર કર્યો છે. અમારું અંતર કકળી ઉઠ્યું છે. ઇન્દ્રરાજ! તમારા જ્ઞાનથી આ આપત્તિનું મૂળ કારણ શોધી તેનું નિરાકરણ કરો, દેવ!'
અવધિજ્ઞાનના અજવાળે શ્રી માણિભદ્રવીરે જોયું તો આ ઉપદ્રવ કરનાર તેમની જ સેનાના સેવકો કાળા, ગોરા ભૈરવદેવો છે. માણિભદ્ર એ દેવોને બોલાવીને કહ્યું, “ભાગ્યશાળીઓ! દાનવને પણ ન શોભે તેવાં ભીષણ કૃત્યો તમે શા માટે કરો છો? આ તપસ્વી, ત્યાગી અને સંયમી મહામુનિઓની તો અંતરથી ભક્તિ કરવી જોઈએ. તેના બદલે તમે તેઓના જીવ લઈ રહ્યા છો? હવે આ પ્રવૃત્તિ છોડી દો.'
ભૈરવો કહે છે, “સ્વામી! અમે તમારા સેવકો છીએ. આપની આજ્ઞા અમારે માન્ય કરવી જોઈએ. પણ અમો કડવામતી આચાર્યની મંત્રશક્તિથી વચનબદ્ધ છીએ. તેથી આ અનુચિત કાર્ય અને છોડી શકીએ એમ નથી. આથી આપના ક્રોધનું ભોજન પણ અમારે થવું પડે. કદાચ આપની સામે યુદ્ધ પણ કરવું પડે.”
માણિભદ્રને સમજાયું કે આમની સામે યુદ્ધ કર્યા વિના મુનિવરો ઉપરનો ઉપદ્રવ દૂર થઈ શકે એમ નથી. તેમણે ભૈરવોને યુદ્ધ માટે લલકાર્યા. ભૈરવો પોતાના જ સ્વામી સામે લડવા ઊભા રહ્યા. બળવાનની સામે નિર્બળની લડાઈ
ક્યાં સુધી ટકે? અલ્પ સમયમાં જ ભૈરવોએ પોતાનો પરાજય સ્વીકાર્યો. હવે ભૈરવો પરાજય પામતાં માણિભદ્રનો હુકમ સ્વીકારવા તૈયાર થયા. તેમણે સૌપ્રથમ તો અગિયારમા મુનિરાજને નીરોગી કર્યા અને હવે કોઈ ઉપદ્રવ આ મુનિરાજ ઉપર ન કરવા નિશ્ચય જાહેર કર્યો.
ઉપદ્રવની શાંતિ થતાં શ્રી માણિભદ્ર આચાર્યભગવંતને વિનમ્રભાવે વંદના કરીને કહ્યું, “ગુરુદેવ! જ્યાં આપ હાલ બિરાજમાન છો તે સ્થળે મારો માનવદેવ ઢળી પડ્યો હતો અને હું આપના પ્રભાવથી ઈન્દ્ર બન્યો છું. તેથી આપ આ સ્થળે મંત્રાક્ષરોથી પિંડીની સ્થાપના કરી. આ સ્થાનનો મહિમા વધતો જશે. તપગચ્છની પાવન પરંપરામાં જે તે આચાર્યો સૂરિપદની પ્રાપ્તિ પછી મારા સ્થાને આવીને અઠ્ઠમ તપ કરશે તો મારું સિંહાસન ચલાયમાન થશે. હું શીધ્ર તે સૂરિદેવની સેવામાં ઉપસ્થિત થઈશ, તેમનો ધર્મલાભ મેળવીને હું ધન્ય બનીશ.”
આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરે તે વિનંતીનો સહર્ષ સ્વીકાર કરીને તે જ સ્થળે શ્રી માણિભદ્ર વીરજીના પગની પિંડીની સ્થાપના કરી. તે સ્થાન આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org