________________
ન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨
છે. અંગરક્ષક દેવો શ્રી માણિભદ્રને ચોતરફથી ઘેરી લે છે. અપાર આશ્ચર્ય વચ્ચે શ્રી માણિભદ્રવીર પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરે છે અને વાત બરોબર સમજાતાં તેઓ સિંહાસનનો ત્યાગ કરી ઊભા થઈ જાય છે. કોઈને સમજાતું નથી, આ શું થઈ રહ્યું છે. વીર સહુને ઉદેશીને કહે છે, “મારા વહાલા સાથીઓ! જેમની પાવન પ્રેરણા ને ઉત્તમ ઉપદેશે મારા જીવનમાં પ્રકાશ પથરાયો, દુર્ગતિના રસ્તેથી દૂર કરીને સદ્ગતિના રાહે જેમણે મને ચઢાવ્યો એ પૂજ્યપ્રવર, ગતજન્મના મારા અનંતોપકારી આચાર્ય ભગવંત શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મારા મૂળ સ્થાને પધાર્યા છે, ધ્યાનસ્થ બન્યા છે. કોઈ અગમ્ય ચિંતામાં હોય તેવું જણાય છે. તરત જ હું ત્યાં જઉં છું.”
અને આવી પહોંચ્યા માણિભદ્ર મગરવાડાના જંગલમાં. રાયણવૃક્ષ નીચે જ્યાં શ્રી આનંદવિમલસૂરીશ્વજી બિરાજ્યા હતા ત્યાં. ધ્યાનસ્થ ગુરુદેવને વંદન કરીને ભક્તિભર્યા હૃદયે શ્રી માણિભદ્રવીરે અભ્યર્થના કરી :
ઓ ઉપકારી ગુરુભગવંત! આંખ ઉઘાડો. આપની અમીભરી નજરે સેવકને નિહાળો.”
આચાર્યદેવે આંખો ખોલી જોયું તો સામે એક અદ્ભુત તેજપુંજભરી વ્યક્તિ ઊભી છે. જીવનમાં કદી આવી વ્યક્તિ જોઈ ન હતી. તેમણે “ધર્મલાભના દિવ્ય આશીર્વાદ આપ્યા.
સામે પધારેલ વીર કહે છે, “ભગવંત! આ સેવકને પીછાણો છો? ઓળખ પડે છે? ગત જન્મના પરિચયે ઓળખી શકશો. હું તમારો, મારા ગત જન્મનો, અદકો શિષ્ય માણેક શાહ. આપની પ્રેરણાનાં અમૃતપાન કરીને, નિર્જળા ઉપવાસ સાથે સિદ્ધાચલજીને ભેટવા જઈ રહ્યો હતો, જે સ્થળે આપ અત્યારે બિરાજો છો ત્યાં જ ચોરોએ મને મરણશરણ બનાવ્યો હતો, પરંતુ આપની મહાન કૃપા અને તીર્થાધિરાજના સધ્યાનથી હું વ્યંતરનિકામાં શ્રી માણિભદ્ર નામનો ઈન્દ્ર બન્યો છું. આ બધો આપનો પ્રભાવ છે. ફરમાવો, મારા યોગ્ય જે કોઈ પણ આદેશ હોય તે.”
હે માણિભદ્ર ઈન્દ્રા અમારા સાધુસમુદાય ઉપર આફતના ઓછાયા ઊતરી પડ્યા છે. એક પછી એક અમારા દશસાધુઓ ચિત્તભ્રમિત થઈને ચિરનિદ્રામાં પોઢી ગયા છે. જુઓ સામે, અગિયારમા શ્રમણની વિકટ પરિસ્થિતિ. કેટલાંયે અરમાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org