________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧
દેવી કહે છે, “આ ઉપદ્રવની પાછળ દૈવી શક્તિ છે એ શક્તિને પ્રેરિત કરનાર માનવીય શક્તિની મંત્રસાધના છે. આપ ચિંતા ન કરો. કાલે સવારે અત્રેથી વિહાર કરો. ગુજરાત નજીકમાં જ છે. ગુજરાતના પાલનપુરની નિકટ પધારતાં આપને એક અદ્ભુત શક્તિધારી મળશે. આપના પ્રભાવક પુણ્ય અને એ શક્તિધારીના સાહસે આ ઉપદ્રવ શાંત થશે.”
ભવિષ્યના ભાવ ભાખીને અધિષ્ઠાયિકા-શાસનદેવી અદૃશ્ય બની ગયાં અને તે સાથે આચાર્યશ્રીએ પણ પોતાનાં સાધનાની ઇતિશ્રી કરી. સહુ શિષ્યોને તેમણે તરત વિહાર કરવાની વાત જણાવી, ઉપદ્રવનું કારણ સમજાઈ ગયું છે, પરંતુ તેનું નિરાકરણ ગુજરાત-પ્રવેશ પછી જ થશે.” વિહારયાત્રા શરૂ થઈ. સહુ ઉત્સાહભેર આગળ વધવા માંડ્યાં. શ્રીસંઘના જોશીલા ૫૦ નવયુવકો પણ આ યાત્રામાં જોડાઈ ગયા. વિહાર કરતાં કરતાં પાલનપુર આગળ આવી ત્યાં થોડો વિશ્રામ કરી, મગરવાડા તરફ જવા માંડ્યું. મગરવાડાના એ જ ક્ષેત્રના એક રાયણ વૃક્ષની નીચે બધાંએ પડાવ નાખ્યો. આચાર્યશ્રીએ અઠ્ઠમતપની આરાધના કરી અને તેઓ ત્યાં જ ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા.
હવે જોઈએ શ્રી માણિભદ્રની પ્રતિભા!પરમ પ્રભાવશાળી શ્રી માણિભદ્રવીર, એમનો વર્ણ શ્યામ છે પણ સહુને સોહામણો લાગે તેવો છે. મસ્તક પર લાલ વર્ણનો તેજસ્વી મુગટ છે. મુખ ઉપર મંદિરનો આકાર બનેલો છે અને દૃષ્ટિ બરાબર મંદિરમાં બિરાજમાન ભગવાનને નિહાળી રહી છે. મંદિર શ્રી સિદ્ધાચળનું પ્રતીક છે. દિન-રાત તેનું જ ધ્યાન છે. ત્રિશૂળ, ડમરૂ, મુદગર, અંકુશ, માળા અને નાગનાં ચિહ્ન સાથે છ ભુજાઓ દીપી રહી છે. શ્વેતાંગના ઐરાવત હાથી ઉપર કાળા રંગના માણિભદ્રની પ્રતિભા કોઈ ઓર લાગે છે. બાવન વીર અને ચોસઠ જોગણી તેમની સેવામાં તદાકાર બની છે. વીસ હજાર સામાનિક દેવતાઓની મધ્યમાં માણિભદ્રનો પ્રતાપ ઝળાંહળાં થઈ ઊઠે છે. દેવાંગનાનાં નૃત્ય અને દેવતાઓના સંગીતે વાતાવરણ સંગીન બની રહ્યું છે અને આવા અલૌકિક સામ્રાજ્ય વચ્ચે બિરાજેલા માણિભદ્રનું રત્ન મત્યું સિંહાસન અચાનક ચલિત થાય છે. અણચિંતવ્યા આ બનાવે આખી સભામાં સન્નાટો છવાઈ જાય છે. સેનાપતિ દેવતાઓ તાતી તલવારો સાથે ધસી આવે ૧. એક પ્રાચીન હથીયાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org