________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૩
કેશીસ્વામીએ કહ્યું, “એક મકાન હોય, તેનાં બધાં બારીબારણાં બંધ કરીને કોઈ અંદર ભેરી વગાડે તો બહાર સંભળાય કે નહિ?”
પ્રદેશી રાજાએ કહ્યું, “હા, તેનો અવાજ બહાર સંભળાય.”
કેશીસ્વામીએ કહ્યું, “તેવી જ રીતે જીવની ગતિ છે. પૃથ્વીશિલા પર્વતને ભેદીને જેમ બહાર નીકળી જાય છે તે જ પ્રમાણે શરીર અને જીવ જુદા છે.”
પ્રદેશી રાજાએ કહ્યું, “એક વાર મેં એક ચોરને મારી તેના બે કકડા કર્યા, પણ જીવ જોવામાં આવ્યો નહીં. પછી ત્રણ કકડા કર્યા, પછી ચાર, એમ અનેક કકડા કર્યા, છતાંય ક્યાંય મને જીવ દેખાયો નહીં. તેથી હું માનું છું કે શરીર અને જીવ જુદાં નથી.”
ગણધર કેશીસ્વામીએ કહ્યું, “એક વાર એક પુરુષે રાંધવા માટે લાકડાં સળગાવ્યાં. પછી તે કામસર ક્યાંક ગયો. ત્યારબાદ આવીને જોયું તો લાકડાં બુઝાઈ ગયેલાં. તેને લાકડાને ફેરવીને ચોતરફ જોયું તો અગ્નિ ક્યાંય દેખાયો નહિ. માટે, હે રાજા! તું મૂઢ ન થા અને સમજ કે શરીર અને જીવ જુદાં છે.”
પ્રદેશી રાજાએ કહ્યું, “મહારાજ! આવી ભરી સભામાં મને મૂઢ કહીને મારું અપમાન કેમ કરો છો?”
કેશીસ્વામીએ કહ્યું, “હે રાજન! તું જાણે છે છતાં મારી સાથે વક્રતાથી (આડાઈથી) કેમ વર્તે છે?
પ્રદેશી રાજાએ કહ્યું, “મેં પ્રથમથી જ વિચાર કરી રાખેલો કે હું વક્રતાથી વર્તીશ, તેમ તેમ મને જ્ઞાનનો લાભ મળતો જશે.”
થોડો વધુ વાર્તાલાપ કર્યા બાદ પ્રદેશી રાજા ધર્મ પામ્યો. તેણે વિધિપૂર્વક કેશીસ્વામીને વંદન કર્યા. તેણે બાર વત ગ્રહણ કર્યા. તેણે પોતાના રાજ્યનો ચોથો ભાગ પરમાર્થ માટે કાઢ્યો. દાનશાળા બંધાવી. પોતાના રાજ્યને રામરાજ્ય જેવું બનાવી દીધું.
કેશીસ્વામી આ રીતે પ્રદેશ રાજાને બોધ આપી વિહાર કરી ગયા.
પ્રદેશી રાજાએ જીવન ક્રમ બદલી નાખ્યો. નિયમ મુજબ વ્રત, સામાયિક, પૌષધ વગેરે શ્રાવકની ક્રિયાઓ કરતો તે આત્મભાવના ભાવવા લાગ્યો.
હવે રાજાએ રાજ્ય પોતાના પુત્રને સોંપ્યું અને સતત ધર્મધ્યાનમાં મગ્ન રહેતો થયો. રાણી સૂરિકાન્તાને રાજાજીનું આ ધર્મકાર્ય ગમ્યું નહિ. આખો દહાડો રાજા પૌષધશાળામાં રહી ધ્યાન ધરે તે તેને ગમ્યું નહિ. તે ધંધવાતી રહી. રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org