________________
-
એન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૨
નહીં, કરીશ તો નારકીમાં જઈશ? જો તે આવીને મને કહે તો હું જીવ અને શરીર જુદાં માનું.”
કેશીસ્વામીએ કહ્યું, “હે રાજન! તારી મૂરિકાન્તા નામની રાણી કોઈ બીજા પુરુષ સાથે કામભોગ સેવે તો તું શું કરે?”
પ્રદેશી રાજાએ કહ્યું, “હું તે પુરુષના હાથપગ કાપી શૂળી ઉપર ચઢાવી દઉં.”
કેશી સ્વામીએ કહ્યું, “જો તે પુરુષ તને કહે કે મને થોડો વખત જીવતો રાખો, હું મારાં સગાં-સંબંધીઓને કહી આવું કે વ્યભિચાર કોઈ કરશો નહિ. કરશો તો મારા જેવી દુર્દશા થશે. તો હે રાજન, તું તેને થોડો વખત માટે પણ છૂટો કરે ખરો.”
પ્રદેશ રાજાએ કહ્યું, “ના, જરા પણ નહિ.”
કેશીસ્વામીએ કહ્યું, “તારા દાદા નરકમાંથી અહીં આવવા ઇચ્છા તો કરે છે, પણ પરમધામી લોકો તેને ખૂબ માર મારે છે. એક ક્ષણ પણ તેને છૂટો કરતા નથી, તો અહીં તે કેવી રીતે આવે?”
પ્રદેશી રાજાએ કહ્યું, “ભગવાન! તમે કહો છો કે નરકમાંથી તે આવી શકે નહિ, પણ મારી દાદી તો ઘણી જ ધર્મિષ્ઠ હતી. તે દેવલોકમાંથી આવીને મને ધર્મ કરવાનું કેમ કહેતી નથી?” .
કેશીસ્વામીએ કહ્યું, “હે રાજન! તમે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી, રાજદરબારમાં બેઠા હો, તે વખતે પાયખાનામાં બેઠેલો કોઈ માણસ તમને ત્યાં બોલાવી બેસવાનું કહે તો તમે ત્યાં જાવ ખરા?”
પ્રદેશી રાજાએ કહ્યું, “નહિ, સાહેબ! તે તો અશુચિ સ્થાનક છે તેથી હું ત્યાં જાઉં જ નહિ.”
કેશીસ્વામીએ કહ્યું, “તેવી જ રીતે તારી દાદી મનુષ્યલોકમાં આવવાની ઇચ્છા તો કરે છે, પણ તે દેવની રિદ્ધિસિદ્ધિમાં મૂચ્છ પામવાથી આ દુર્ગધવાળા મનુષ્યલોકમાં આવી શકતી નથી. માટે શરીર અને મન જુદાં છે એમ માન.”
પ્રદેશી રાજાએ કહ્યું, “એક વાર મારો કોટવાલ ચોર પકડી લાવ્યો. મેં તેને લોઢાની કુંભમાં ઘાલ્યો અને સજ્જડ ઢાંકણ વાસી દીધું. કેટલાક વખત પછી જોયું તો ચોર મરી ગયો હતો. એ કુંભીને કોઈ છિદ્ર તો હતું નહિ, તો કયે રસ્તેથી જીવ બહાર નીકળી ગયો?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org