________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૧
આ સાંભળી પ્રદેશ રાજા મનમાં વિચારવા લાગ્યો. આ કેવો જડ જેવો લાગે છે! સાંભળનારા પણ બધા જડ જેવા છે. વળી ભાષણ કરનારાએ મારા બાગની કેટલી બધી જગ્યા રોકી છે. પણ એ બોલવામાં તો હોશિયાર લાગે છે. તેણે પૂછ્યું: “ચિત્ત! કોણ છે આ? . - ચિત્તે કહ્યું, “મહારાજ! આ તો એક મહાન પુરુષ છે. વળી તે અવધિજ્ઞાની છે અને જીવ અને શરીરને જુદાં માને છે.” આ સાંભળી રાજાને તેની પાસે જવાનો ભાવ થયો. ચિત્તસારથિ અને પ્રદેશી રાજા કેશીસ્વામી પાસે આવ્યા. પ્રદેશી રાજાએ સામે ઊભા રહીને રોફથી કેશીસ્વામીને પૂછ્યું – “શું તમે અવધિજ્ઞાની છો? તમે શરીર અને જીવને જુદાં માનો છો?”
કેશીસ્વામીએ કહ્યું, “હે પ્રદેશી રાજા તું વિનયવિવેક વગર, ભક્તિ કર્યા વગર પ્રશ્ન પૂછે છે તે ઉચિત નથી. હે રાજા! મને દેખીને તને એવો વિચાર થયો કે આ જડ માણસ છે અને સાંભળનારા પણ જડ છે તેમ જ આ મારો બગીચો રોકીને બેઠો છે.”
પ્રદેશી રાજાએ આશ્ચર્ય પામીને પૂછ્યું, “હા, સત્ય છે. તમારી પાસે એવું કયું જ્ઞાન છે જેથી તમે મારા મનનો ભાવ જાણ્યો?”
કેશીસ્વામીએ કહ્યું, “અમારા જેવા સાધુને કોઈને પાંચ જ્ઞાન હોય છે પણ મને ચાર જ્ઞાન છે. તેથી તમારા મનનો ભાવ મેં જાણ્યો. પાંચમું કેવળજ્ઞાન શ્રી અરિહંત ભગવાનને હોય તથા બધા કેવળી ભગવંતો એ જ્ઞાન પામ્યા પછી જ સિદ્ધ થાય.”
પ્રદેશી રાજાએ કહ્યું, “ભગવાન! હું અહીં બેસું?” કેશીસ્વામીએ કહ્યું, “આ તમારી ઉદ્યાનભૂમિ છે, તેથી તમે જાણો.”
પ્રદેશી રાજાએ પૂછ્યું, “તમારી પાસે એવું પ્રમાણ છે કે જેથી તમે જીવ અને શરીર જુદાં માનો છો?”
કેશીસ્વામી કહ્યું, “હા, મારી પાસે પ્રમાણ છે.”
પ્રદેશી રાજાએ કહ્યું, “મારા દાદા હતા, તે મારા પર બહુ જ પ્રીતિ રાખતા હતા. તે ઘણા જ અધર્મી અને માંસાહારી હતા. તેથી તે તમારા કહેવા મુજબ તો નારકીમાં હશે. તો મને આવીને તે એમ કેમ નથી કહેતા કે તું અધર્મ કરીશ
૧. મતિજ્ઞાન ૨. મનઃ પરીવજ્ઞાન ૩. શ્રુતજ્ઞાન ૪. અવધીજ્ઞાન ૫. કેવળજ્ઞાન.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org