________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૪
અપનાવેલા પવિત્ર અને ધાર્મિક માર્ગથી તેને ભ્રષ્ટ કરવાના એણે ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ પ્રયત્નથી તે રાજાને મોહમાં ફસાવી શકી નહીં, અંતે મક્કમ રહેલા રાજાને ખતમ કરવાનો મનસૂબો તેણે રચ્યો.
છઠના પારણે છઠ કરતા રાજાના પારણાનો એ દિવસ હતો. બિલકુલ સરળ દિલે પારણું કરવા તે બેઠો. પારણાના દ્રવ્યમાં સૂર્યકાન્તાએ ઝેર ભેળવ્યું હતું. આ ઝેરથી રાજા સર્વથા અજ્ઞાત હતો. ઝેર શરીરમાં ભળતાં જ તેણે પોતાનો ભાગ ભજવ્યો. રાજાના હાથ-પગ ખેંચાવા લાગ્યા, નસો તણાવા લાગી, ડોળા ઉપર ચડવા લાગ્યા.
રાજાને બચાવવા પરિચારક વર્ગ દોડ્યા રાજવૈદને બોલાવવા. સૂરિકાન્તા ગભરાઈ ગઈ. એને થયું કે જો રાજવૈદના સમયસરના ઉપચારથી એ બચી જશે તો પોતાની પોલ ખૂલી જશે અને એથી એને સર્વત્ર ફિટકાર મળશે અને કદાચ પોતાને મરવાના દહાડા આવશે. આ ગણતરીએ એ રાજાને વળગી પડી અને જોરથી રાજાના ગળાની નસ પોતાના હાથથી દબાવી. રાજા બરાબર સમજી ગયો કે તેને મારી નાખવાનું આ કાવતરું રાણી સૂરિકાન્તાનું જ છે. પણ રાણી પ્રત્યે તેણે દુર્ભાવ પેદા ન થવા દીધો. કેશી ગણધર પાસેથી સમજવા મળેલા ધર્મના પ્રતાપે તેને આટલી ભારે કટોકટીના સમયે પણ સૂરિકાન્તા પ્રત્યે દ્વેષ ન જાગ્યો. તેની મનોમન ક્ષમાપના કરી. અરિહંત ભગવંતનું ખરા ભાવથી શરણ સ્વીકારી તેનું ધ્યાન ધર્યું અને એ જ શુભ લેશ્યામાં એનું જીવન સમાપ્ત થયું.
'પ્રદેશી રાજા મરણ પછી સૌધર્મ દેવલોકમાં સૂર્યભ નામે મહાઋદ્ધિવંત દેવ થયા. ધન્ય છે પ્રદેશ રાજાને કે જેઓ નાસ્તિક છતાં કેશી ગણધર જેવા મહાપુરુષના સમાગમથી આત્મકલ્યાણ કરી શક્યા!
લેશ્યા-૬ લેશ્યા એટલે જેનાથી આત્મા કર્મોથી લેપાય તે
૩ અશુભ લેગ્યા ૩ શુભ લેશ્યા
૧. કૃષ્ણ લેશ્યા ૪. પ્રીત લેશ્યા ૨. નિલ વેશ્યા ૫. પદમ વેશ્યા ૩. કાપોત લેશ્યા ૬. શુક્ત વેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org