________________
[૬૦]
કુંતલાદેવી
અવનીપુરમાં જિનશત્રુ રાજાની કુંતલા પટરાણી હતી. જિનશત્રુને કુંતલા ઉપરાંત બીજી ઘણી રાણીઓ હતી. કુંતલા જિનધર્મની અનુરાગિણી હતી. તેના ઉપદેશથી તેની શોક્યો પણ જિનધર્મમાં શ્રદ્ધાવાન થઈ.
આ શોક્યોએ ભેગી થઈ જિનેશ્વર ભગવાનનાં ચૈત્યો કરાવ્યાં. એ જોઈ કુંતલાને ઓછું આવ્યું. તેને થયું : મેં તેમને જૈન ધર્મ બતાવ્યો અને તેઓ મારા પહેલાં દહેરાસર બંધાવે? આમ દ્વેષ અને અભિમાનના કારણે તેણે એ બધાંય કરતાં વિશેષ ભવ્ય એવું ચૈત્ય કરાવ્યું અને બધીને પાછળ પાડી દેવાના ભાવથી તે પોતે બંધાવેલા જિન ચૈત્યમાં જિનભક્તિ કરવા લાગી,
ફૂલ વેચનારાઓને તેણે જણાવી દીધું કે તમારે બધાં પુષ્પો મને જ આપવાં. બીજી રાણીઓને ફૂલ આપવાની તેણે મનાઈ કરી દીધી. આ રીતે ઈર્ષ્યાથી બીજાંને અંતરાય કર્યો. બીજી રાણીઓને આવી કંઈ ખબર નહીં. એ બધી તો કુંતલાની અનુમોદના કરતી હતી.
પૂર્વના અશુભ કર્મના ઉદયથી કુંતલાને ઉગ્ર વ્યાધિ થયો અને એ વ્યાધિમાં તે મૃત્યુ પામી. મત્સરપણાથી↑ જિનભક્તિ કરી હોવાથી મરીને તે કૂતરી થઈ. પૂર્વભવના પુણ્યથી એ કૂતરી તેણે જ બંધાવેલા જિન ચૈત્યમાં સતત બેસી રહેતી.
એક સમયે ત્યાં કોઈ કેવળી ભગવંત પધાર્યા. બીજી રાણીઓએ તેમને કુંતલાની ગતિ વિશે પૂછ્યું. કેવળીએ જે યથાર્થ હતું તે કહ્યું. એ જાણી રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો અને તે બધી પેલી કૂતરીને વધુ પ્રેમ કરવા લાગી. પ્રેમ કરતાં બધી કહેતી, “હે પુણ્યવંતીબહેન! તું તો ધર્મિષ્ઠ હતી, ૧. ઇર્ષા – અદેખાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org