________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪
નથી. ભવ્ય મંદિર બનવું જ જોઈએ. હું નિર્વશ રહું તેની મને ચિંતા નથી. કોને ખબર છે - સંતાન સંસ્કારી રહેશે કે કુસંસ્કારી? અને કોણ જાણે છે કે મારા સંતાનો મારી કીર્તિને ઉજ્વલ જ રાખશે? સંતાન સારાં ન નીવડ્યાં તો એ મારી કીર્તિને ધૂળમાં પણ મેળવી દેએટલે નિર્વિશ રહું તો ભલે! મારે મન આ મંદિર એ જ સર્વસર્વા છે.
“ફરીથી શરૂ કરો. જેમ બને તેમ જલદી મંદિર પૂરું કરો.”
મહામંત્રીની આ નિષ્કામ ભક્તિની વાત ગુજરાત ને સૌરાષ્ટ્રના ઘરેઘરમાં વહેતી થઈ ગઈ.
બાહડ મંત્રીએ મંદિરનું કામ પૂરું કરાવ્યું. પ્રભુ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવા મહામંત્રીએ પોતાના આરાધ્ય ગુરુદેવ શ્રી હેમચંદ્રાચાર્યને પ્રેમપૂર્વક વિનંતી કરી.
વિક્રમ સંવત ૧૨૧૧ના એક શુભ શનિવારે આચાર્યદેવે ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. આ મહોત્સવમાં ભાગ લેવા ભારતભરમાંથી હજારો ભાવિકો આવ્યા. સૌએ બાહડ મંત્રીની, તેમની જિનભક્તિ - પિતૃભક્તિ અને દાનશૂરતાની ભારોભાર પ્રશંસા કરી. સૌ એક જ વાત કરતા હતા: “ધન્ય પિતા! ધન્ય પુત્ર!
હિંસા જાવું એકલાને નહીં કોઈનો સંગાથ, ચાર દિવસનું ચાદરણું ને પછી અંધારી રાત. વાલા વાલા શું કરો, વાલા વળાવી વળશે રે, વાલા તે વનકેરાં લાકડાં. તે તો સાથે બળશે રે. મરના મરના ક્યા કરે રે, મરના સબકો હોય રે, કરની એસી કીજિયે રે, ફિર મરના ના હોય...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org