________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૬
સંઘ ગિરિરાજની પવિત્ર છાયામાં પહોંચ્યો. સંઘ સહિત મહામંત્રી શત્રુંજયનો ડુંગર ચડી ગયા. હજારો યાત્રિકોએ બુલંદ અવાજથી દાદા આદીશ્વરનો જયનાદ કર્યો. બધા ભાવપૂર્વક દર્શન-પૂજા-ચૈત્યવંદન આદિ કરી ધન્ય બન્યા.
મહામંત્રી બાહડ પોતાની સાથે પાટણથી શિલ્પીઓને લાવેલા. તેમની સાથે તેમણે ચારે બાજુથી મંદિરનું નિરીક્ષણ કર્યું. જીર્ણોદ્ધાર માટે પ્રાથમિક વિચાર-વિમર્શ કર્યો. ડુંગર ઊતરી સૌ તળેટીએ આવ્યા, પ્રેમથી ભોજન આરોગ્યું.
શત્રુંજય ડુંગર ઉપર જિનમંદિર બે વર્ષે તૈયાર થયું. બાહડ મંત્રીને સમાચાર મળ્યા કે મંદિર તૈયાર થઈ ગયું છે. સમાચાર આપનાર કર્મચારીને સુવર્ણમુદ્રા ભેટમાં આપી રાજી કર્યો.
પણ કાળનું કરવું, બીજે દિવસે ખબર આવ્યા કે સખત પવનને લીધે મંદિરનો કેટલોક ભાગ તૂટી ગયો છે. તાબડતોડ બાહડ મંત્રી ગિરિરાજ પર પહોંચ્યા. શિલ્પીઓ નિરાશ વદને તૂટેલા મંદિરના પથ્થરો જોઈ રહ્યા હતા. મંત્રીશ્વરે પૂછ્યું, “આમ કેમ બન્યું
મુખ્ય શિલ્પીએ જવાબ આપ્યો, “આ ઊંચો પહાડ છે. પહાડ પરના મંદિરમાં ભમતી નહિ બનાવવી જોઈએ, પણ અમોએ બનાવી. તેમાં હવા ભરાઈ ગઈ તેના જોરે આ મંદિર તૂટ્યું.'
બાહડ મંત્રીએ કહ્યું, “કંઈ વાંધો નહીં. ફરીથી ભમતી વગરનું મંદિર બનાવો.
પણ મંત્રીશ્વર' ભમતી વિના મંદિર કેવી રીતે બનાવી શકાય? કેમ? શી તકલીફ છે એમાં?” “ઘણી મોટી તકલીફ છે, મંત્રીશ્વર!”
“શું?
વગર ભમતીનું મંદિર બંધાવનારનો વંશ નિર્વશ રહે છે. તેમને ત્યાં વંશવૃદ્ધિ થતી નથી.”
“ઓહ! આ જ તકલીફ છે ને?” મહામંત્રીએ હસતાં હસતાં કહ્યું - એમાં ચિંતા શું કરો છો? મૂઝાઓ છો શા માટે? મને વંશની કામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org