________________
જૈન શાસનના ચમકતા સિતારા લ૦
કરવો. તે દિવસે ઉપવાસ કરવો અને મન-વચન અને કાયાથી તમામ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરીને આખો દિવસ મૌન રાખવું. આ વિધિ પ્રમાણે ઓછામાં ઓછાં અગિયાર વરસ સુધી આ એકાદશીની આરાધના કરવી, અને એ તપ પૂર્ણ થાય ત્યારે ઉલ્લાસ અને ઉદારતાથી મહોત્સવપૂર્વક તેનું (ઉદ્યાપન) ઉજમણું કરવું.”
સુરશેઠને આ મૌન એકાદશીનું વ્રત ગમી ગયું. વિધિપૂર્વક અને આત્માના ઉલ્લાસથી તે વ્રતનું ઉત્કૃષ્ટ આરાધન કર્યું. તપ પૂર્ણ થયે તેનું ભવ્ય ઉજમણું કર્યું. આયુષ્યકર્મ પરું થયું. સુરશેઠ મરીને આરણ નામના દેવલોકમાં દેવ થયા. દેવલોકનું એકવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તેમનો જીવ ભરત ક્ષેત્રના સૌરીપુર નગરમાં રહેતા સમૃદ્ધિદર શેઠની ગુણિયલ પત્ની પ્રીતિમતીની કુક્ષિમાં અવતર્યો.
ગર્ભના પ્રભાવથી પ્રીતિમતીને તીવ્ર ઈચ્છા (દોહદ) થઈ: “શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરું. મહાવ્રતધારી મુનિ ભગવંતોની વિવિધ પ્રકારે ભક્તિ કરું. સર્વ સંસારીઓને વ્રતનો મહિમા સમજાવી તે સૌને વ્રતધારી બનાવું. સંગીતકારો વ્રતધારીઓનો મહિમા ગાય. નર્તકો નૃત્ય કરે અને એ મહિમાનાં ગાન અને નૃત્ય બસ જોયા જ કરું.” સમૃદ્ધિદત્તે પત્નીનીના આ દોહદને પૂર્ણ કર્યો. યોગ્ય સમયે તેણે પુત્રને જન્મ આપ્યો. ગર્ભાધાન સમયે માતાને વ્રત લેવાની ઈચ્છા થઈ હતી તેથી પુત્રનું નામ “સુવ્રત રાખ્યું.
સુવ્રત મોટો થયો. ભણીગણીને વિદ્વાન પણ થયો. યુવાન વયે પિતાએ અગિયાર કન્યાઓ પરણાવી. કાળક્રમે તેનાં માતાપિતા મૃત્યુ પામ્યાં. હવે તે અગિયાર કરોડ સોનામહોર આદિનો માલિક બન્યો.
એક સમયે સૌરીપુરમાં વિશુદ્ધ ચારિત્ર્યધારી આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિજી વિશાળ શિષ્યસમુદાય સાથે પધાર્યા. આ સાંભળતાં સુવ્રત શેઠ સપરિવાર તેમની ધર્મદેશના સાંભળવા ગયા. દેશના સાંભળતાં સાંભળતાં તેમને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. દેશના પૂરી થયે સુવ્રત શેઠે ગુરુ ભગવંતને વિનયથી પૂછ્યું: “હે ભગવંત! પૂર્વભવમાં મેં મૌન એકાદશી પર્વની આરાધના કરી, તેથી મને દેવલોકનાં પ્રથમ સુખ મળ્યાં અને આજે આ મહાસમૃદ્ધિ પામ્યો છું. ૧. ૧૦ કોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org