________________
[૨૯]
સુવ્રત શેઠ
ઘાતકી ખંડમાં વિજયપત્તન શહેરમાં સુર નામના એક અતિ ધનાઢ્ય શેઠ હતા. તેમની પત્નીનું નામ સુરમતી હતું. એક પરોઢિયે જાગી જવાથી તે એકદમ અંતર્મુખ બન્યા. તેમણે વિચાર્યું : આ ભવે મને અઢળક ધન મળ્યું છે. સુશીલ પત્ની મળી છે. ભરપુર યશ-પ્રતિષ્ઠા મળ્યાં છે. પણ આ બધું તો મને પૂર્વભવના કોઈ પુણ્યથી મળ્યું છે. હવે જો હું પરલોક માટે આ ભવે હિત ન સાધું તો મારું આ જીવન બધું એળે જાય. વિચારમાં ને વિચારમાં સૂર્યોદય થયો. સુ૨શેઠ નિત્યકર્મ પતાવી નહાઈધોઈને ગુરુમહારાજ પાસે ગયા. ગુરુમહારાજે ઉપદેશ આપ્યો :
‘“આળસ, મોહ, અવજ્ઞા, ઘમંડ, ક્રોધ, કંજુસાઈ, ભય, શોક, અજ્ઞાન, કુતૂહલ, રતિ, પ્રમાદ અને વિકથા આ તેર કાઠિયાનો (કાઠિયા એટલે ધર્મ કરતાં અંતરાય નાખે તે) અવશ્ય ત્યાગ કરવો જોઈએ; નહિ તો જીવ નરક ગતિના ભયંકર દુઃખોને પામે છે. સાતમી નરકના અપ્રતિષ્ઠાનના અંતિમ વખતના જીવને પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણુ હજાર પાંચસો ચોર્યાસી (૫,૬૮,૯૯,૫૮૪) પ્રકારના રોગ થાય છે. આથી હે સુ૨શેઠ! નરકાદિનાં દુઃખોના નિવારણ માટે ધર્મ આરાધના કરવી જરૂરી છે. ધર્મનો મહિમા અચિત્ત્વ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, આ ભરતભૂમિમાં કેટલાક જીવો મિથ્યાદષ્ટિ હોવા છતાંય એવા ભદ્રપરિણામી હોય છે કે તેઓ અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને આગામી નવમા ભવે તો મહાવિદેહ ક્ષેત્રમાં કેવળી થાય છે. માટે હે સુંરશેઠ! સુલભ બોધિ જીવને કશું જ દુર્લભ નથી.”
ત્યારે શેઠે વિનયથી હાથ જોડી કહ્યું : “હે ભગવંત! સંસારિક જંજાળના કારણે નિત્યધર્મની આરાધના મારાથી થઈ શકે એમ નથી, તો હે કૃપાળુ! કોઈ એવો દિવસ આપ બતાવો કે જે દિવસનું આરાધન કરવાથી મને વર્ષભરની આરાધના જેટલું ફળ મળે.”
ગુરુમહારાજે કહ્યું : “તો હૈ શેઠ! તમે માગસર માસની અજવાળી અગિયારસની આરાધના કરો. આ દિવસે અહોરાત (આખા દિવસ)નો પૌષધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org