________________
[3]
નરવીર
(આ કથાનક “શ્રી જયન્ત” તેમજ “જ્યતાક” નામે પણ કેટલાક ગ્રંથમાં છે.)
મેવાડના રાજા જયકેશીનો પુત્ર નરવીર હતો. મોટો થયો ત્યારે ચોરી, લૂંટફાટ વગેરે આચરતો હોવાથી રાજાએ નરવીરને દેશનિકાલની સજા કરેલી. તેણે એક બાજુના પહાડ ઉપર અડ્ડો જમાવ્યો અને એક ટોળકી ઊભી કરી. તે ટોળકીનો સરદાર બની મોટા પાયે ડાકૂગીરી કરવા લાગ્યો.
એક વખત માળવાનો મોટો વેપારી ધનદત્ત કેટલાંક ગાડાઓમાં ધન ભરી ત્યાંથી પસાર થતો હતો તેને નરવીરની ટોળીએ લૂંટી લીધો. બધું જ લૂંટાવાથી ધનદત્ત બેબાકળો બની ગયો. પણ અંધારાનો લાભ લઈ ત્યાંથી જીવતો ભાગી છૂટ્યો. આનું વેર લેવું જ જોઈએ એવો દઢ સંકલ્પ કરી તે માળવાના રાજા પાસે ગયો, પોતે કેવી રીતે લુંટયો અને પાયમાલ થઈ ગયો છે તેની વાત માળવાના રાજાને કરી, અને આજીજી કરી તેણે રાજા પાસે થોડા લશ્કરની માગણી કરી. આ ડાકૂ પકડાય યા નાશ પામે તો સારું જ છે એમ સમજી રાજાએ લશ્કર આપ્યું. લશ્કર લઈ ધનદત્ત નરવીરની પલ્લી પાસે પહોંચ્યો. લશ્કરની મદદથી ચારે બાજુથી પલ્લીને ઘેરી લીધી. નરવીર તથા તેના સાથીઓ બહાદુરીથી લડ્યા પણ લશ્કરનો સામનો મુશ્કેલ હતો. એક પછી એક મરાતા ગયા. નછૂટકે નરવીર એકલો ભાગી ગયો. ધનદત્તે પલ્લીને આગ ચાંપી. એટલે પલ્લીમાંથી નરવીરની પત્ની જે ગર્ભવતી હતી તે બહાર નીકળી. ધનદત્તે તેનું માથું તલવારથી કાપી નાખ્યું અને તલવારથી એનું પેટ ચીરી ગર્ભને કાઢી તેને શિલા ઉપર પછાડી કૂરપણે ગર્ભહત્યા કરી.
પલ્લીમાંથી જેટલું ધન-સંપત્તિ મળી તે ભેગી કરી. પોતાની ગુમાવેલી સંપત્તિનો મોટો ભાગ પણ તેમાં હતો. ગાડાઓમાં ધન-સંપત્તિ વગેરે ભરી તેણે ઘર-ભેગી કરી. માળવાના રાજા પાસે આવી બધી વાત કરી અને કેવી રીતે લડી નરવીરને ભગાડ્યો તથા તેની સ્ત્રીને કાપી નાખી તેના પેટમાં રહેલ ગર્ભને શિલા ઉપર પછાડી મારી નાખ્યું તે બધું કહી સંભળાવ્યું. રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org