________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮
આ સાંભળી ધનદત્ત ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તે દયાળુ હતો. તેણે ધનદત્તને સખત ધિક્કાર્યો અને કહ્યું, “તે સ્ત્રી હત્યા તથા બાળહત્યા કરી છે, જેમણે તારું કંઈ બગાડ્યું નહતું.” અને સૈનિકોને હુકમ કરી તેની ઘરભેગી કરેલી બધી સંપત્તિ રાજભંડારમાં લઈ લીધી, અને એનો ઘોર તિરસ્કાર કરી દેશનિકાલની સજા કરી.
ધનદત્ત જંગલમાં રખડતો-ભટકતો હતો. તેને હવે પોતે કરેલા પાપનો પશ્ચાત્તાપ થયો. તેણે ઉગ્રપણે તપ કરવા માંડવું. મરીને એ જીવનો પુનર્જન્મ થયો... તે જ પાટણના રાજા સિદ્ધરાજ સોલંકી,
હારેલો અને બધું ખોઈ બેઠેલો નરવીર એક ઝાડ નીચે સૂઈ ગયો. આખી રાત ઊંધી ન શક્યો. દિલમાં રોષ હતો. પોતાનાં કહેવાય એવું કોઈ હતું નહીં. અસહાય બનેલ નરવીર ચિંતા કરતો બેઠો છે, ત્યાં વિહાર કરતાં સાધુગણનું નાનું ટોળું ત્યાંથી પસાર થતું જોયું. તે ઊડ્યો. વંદન કરી જાણ્યું કે તેના નાયક આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ હતા. તેમણે નરવીરને જોયો. નરવીરને પણ આચાર્યશ્રી તરફ ભક્તિભાવ જાગ્યો. આચાર્યશ્રીને દયા આવી. પ્રેમપૂર્વક હકીકત પૂછી. નરવીરે બધી જ હકીકત કહી દીધી. પોતે કરેલાં પાપ પણ વર્ણવી જણાવ્યા. આચાર્યશ્રીએ હવે એવાં પાપકર્મો ન કરવા અને સજ્જન બની રહેવાનો ઉપદેશ આપ્યો.
ગુરુદેવે તેને બાજુમાં આવેલા “એકશિલા નગરીમાં જવા કહ્યું. નરવીર એ નગરમાં પહોંચ્યો. એક મોટી હવેલી આગળ લોકોનું ટોળું ઊભું હતું. ત્યાં ઓઢર નામના શેઠનું સદાવ્રત ચાલતું હતું. શેઠે આ અજાણ્યા માણસને વિચારમાં ઊભેલ જોઈ જમી લેવા આગ્રહ કર્યો, પણ નરવીરે કહ્યું, “શેઠ કોઈ કામ બતાવો. કામના બદલામાં જમીશ. મફતનું નથી ખાવું.” આવો પ્રમાણિકતાથી છલકાતો જવાબ સાંભળી શેઠને આશ્ચર્ય થયું. તેમને આ માણસ કામનો લાગ્યો. તેને ઘરમાં કામ કરવા રાખી લીધો. અહીં નરવીરે ઘરનાં બધાં કામો સંભાળી લીધો અને થોડા દિવસોમાં ઘરના બધા માણસોનાં દિલ જીતી લીધાં.
થોડા દિવસો બાદ શ્રી યશોભદ્રસૂરિ વિહાર કરતાં કરતાં એકશિલા નગરીમાં પધાર્યા. નરવીરે તેમને ઓળખ્યા. જંગલમાં ઉપદેશ આપનાર ગુરુદેવને મળી આનંદમગ્ન થઈ ગયો. ગુરુદેવે આશીર્વાદ આપ્યા.
નરવીરે ગુરુદેવ ક્યાં રહેવાના છે તે જાણી લીધું અને દરરોજ જઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org