________________
જૈન શાસનના ચમકતા સિતારા ૧ ૩૩૮
નંદ મણિકારે રાજાને ધન્યવાદ આપતાં જણાવ્યું, “રાજગૃહીની શોભા વધે એવી વાવ હું બંધાવીશ.”
શુભસ્ય શીઘ્રમ્ એ ન્યાયે બીજા દિવસથી વાવ માટે ખોદવાનું કામ શરૂ થયું. થોડા જ દિવસોમાં વાવ તૈયાર થઈ ગઈ. નામ આપ્યું “નંદાપુષ્કરિણી', તેની પૂર્વ દિશાએ એક મોટી ચિત્રસભા બનાવી, જ્યાં જુદાં જુદાં ચિત્રોનો સંગ્રહ કરી ગોઠવ્યાં. સાથે ચિત્રશાળામાં બેસવા માટે બાંકડા વગેરેની યોગ્ય સગવડો કરી. દક્ષિણ દિશામાં એક ભોજન-શાળા બનાવી,
જ્યાં કોઈ પણ જાતના વળતર લીધા વગર યાત્રી, બ્રાહ્મણ, અતિથિ આદિ ભોજન કરતા હતા. પશ્ચિમ દિશામાં એક રુગ્ણાલય બનાવ્યું. જ્યાં વૈદ્ય રોગીઓને દવા આપતા અને યોગ્ય ચિકિત્સા કરતા હતા. ઉત્તર દિશાએ એક આરામશાળા બનાવી, જ્યાં હજામો તેલમર્દન આદિ કરતા. નંદાપુષ્કરિણી ઉપર હવે દરરોજ ભારે ભીડ રહેવા લાગી.
નંદ મણિકાર પોતાના મહેલના ઝરૂખામાં બેઠો બેઠી આ જોતો અને ખૂબ જ રાજી થતો.
ગામના લોકો તથા બહારગામથી આવતા લોકો આ વાવ જોઈ તેના બનાવનાર નંદની બહુ જ પ્રશંસા કરતા : ધન્ય છે એ ધર્માત્માને જેણે પરોપકાર માટે આવું પુણ્યનું કામ કર્યું.
બીજાઓના મોઢે પોતાની પ્રશંસા સાભળી નંદ ફુલણજીની માફક ફુલાતો, “મેં કેવું સરસ કામ કર્યું છે. રાજગૃહીમાં જ નહીં પૂરા મગધ રાજ્યમાં મારા નામનો ડંકો વાગે છે. તે વાવડીની ચારે બાજુ ફરતો, મનમાં ને મનમાં હરખાતો વારંવાર પોતાની વડાઈ વિચારતો : “હજારો આત્માઓને આથી શાંતિતૃપ્તિ મારા કામથી થાય છે. વાહ!
યશ માટેની તીવ્ર કામના, અહંકારની પ્રબળ ભાવના, વાવ પ્રત્યે ઊંડી આસક્તિ, અપકાય જીવોના આરંભસમારંભ વગેરે કારણે નંદ રાતદિવસ વાવડીના વિચારોમાં જ રચ્યોપચ્યો રહેતો.
થોડાં વર્ષો બાદ નંદ માંદો પડ્યો. ઝેરી તાવ લાગુ પડ્યો. વૈદ્યોએ ઘણી દવાઓ કરી, કંઈક જાતના લેપ વગેરે કર્યા પણ રોગમાં કંઈ ફાયદો ન થયો. આવા રોગમાં પીડાતો હોવા છતાં કોઈ વાવ માટે તેનાં વખાણ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org