________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩૦
ભગવાને કહ્યું, “જો આ વાત તમને સ્વીકાર્ય હોય તો તેને અમલમાં મૂકતાં વિલંબ ન કરવો જોઈએ.’ નંદ મણિકારે પ્રભુ પાસે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા અને વ્રતધારી શ્રાવક બન્યો.
તેણે ધર્મ-આરાધના કરવા માંડી. ખાવામાં સંયમ રાખતો, આઠમચૌદશે તે ઉપવાસ સાથે પૌષધ કરતો. વેપારમાં બહુ જ પ્રામાણિકતા રાખતો.
ત્યારબાદ ઘણાં વર્ષો સુધી પ્રભુની દેશનાનો અવસર ન મળ્યો એટલે નંદ ધીરે ધીરે ધર્મશ્રદ્ધામાં શિથિલ થતો ગયો.
એક વાર તેને ત્રણ દિવસના નિર્જળ ઉપવાસ (પાણી પણ લેવાનું નહીં કરવાનો ભાવ જાગ્યો. પૌષધશાળામાં બેસી અઠ્ઠમનું પચ્છખાણ લઈ ધર્મઆરાધનામાં બેસી ગયો. ઉનાળાના દિવસો હતા. ગરમી સખત પડતી હતી. તેથી નંદ મણિકારને સખત તરસ લાગી. પચ્છખાણના લીધે પાણી તો પીવું નથી. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તે મનમાં ને મનમાં વિચારે છે - જો પાણી પીવાનું હોય તો એક ઘડો પાણી પી લઉં. તે વિચારે ચડી ગયો. પાણીની કીમત તેને સમજાઈ અને તે બોલી ઊઠ્યો, “ધન્ય છે તેમને કે જેઓએ જનકલ્યાણ અર્થે કૂવા, વાવ, તળાવ અને સરોવર તેમ જ પરબો વગેરે બનાવ્યાં છે. મારે આવું કોઈ સરસ પુણ્યનું કામ કરવું જોઈએ.” એણે નિશ્ચય કર્યો. ત્રીજા ઉપવાસની છેલ્લી રાત્રે ધર્મચિંતન તે ભૂલી ગયો અને વ્યાકુળ મને પાણીના જીવોના આરંભ-સમારંભનું ભાન ભૂલીને કૂવાતળાવોની યોજના ઘડતો રહ્યો.
બીજે દિવસે સવારે અઠ્ઠમ તપનું પારણું કર્યા પછી તે શ્રેણિક મહારાજની રાજસભામાં ગયો. રાજાને યોગ્ય ઉપહાર ધરી રાજાની જય બોલાવી.
મહારાજાએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું.
નંદ મણિકારે હાથ જોડી કહ્યું, “મહારાજ! મારી ઇચ્છા રાજગૃહીમાં વૈભારગિરિ પર્વતની તળેટીએ એક વિશાળ વાવ લોકોપયોગ માટે બાંધવાની છે. આપ એ અંગે યોગ્ય જગ્યા આપો એવી મારી અરજ છે.”
રાજા શ્રેણિકે પ્રસન્નતાપૂર્વક જણાવ્યું, “રાજ્ય આવાં લોકસેવાનાં કામ માટે તૈયાર છે. જોઈએ એટલી જગ્યા આ કામ માટે મારા તરફથી ભેટ આપું છું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org