________________
જૈન શાસનના ચમકતા સિતારા ૧ ૩૩૯
કરતું તો તે હર્ષિત થઈ જતો. વાવ પ્રત્યેની ઘેરી આસક્તિ ચાલુ રહી. મરતી વખતે પણ વાવનાં દેડકાઓનો ટર્ડ ટર અવાજ સાંભળતો અને આ જન્મમાં પોતે કેવું કામ કર્યું છે તેની મગરૂબી સમજતો.
મર્યા પછી તેનો જીવ તે જ પુષ્કરિણી વાવમાં દેડકારૂપે ઉત્પન્ન થયો. વાવના કાંઠે રહે. કોઈ વાર તે વાતો સાંભળતો. એક વાર કોઈ બોલ્યું કે “આ વાવ નંદ મણિકારે બનાવી છે. તે સાંભળી તે દેડકાને થયું: “હૈ! નંદ મણિકાર? આ નામ તો મેં સાંભળેલું છે.” આમ વિચારતાં વિચારતાં તેને પૂર્વભવ સાંભર્યો. “ઓહ! ગયા જન્મમાં હું નંદ મણિકાર નામનો શેઠ હતો. ભગવાન મહાવીરનાં દર્શન કરી મેં ધર્મ ગ્રહણ કર્યો હતો. અઠ્ઠમની તપસ્યામાં ભૂખતરસથી પીડાતો હતો ત્યારે મનથી એક સુંદર વાવ બનાવવાનો મેં નિર્ણય કર્યો હતો. વિચારોમાં તે ઊંડો ઊતરતો જ ગયો. તેને પૂર્વજન્મનો વધુ ને વધુ ખ્યાલ આવતો ગયો : “પોતે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો પણ પૂર્ણ રીતે તેનું પાલન નહોતો કરી શકતો. વાવ પુષ્કરિણીના નિર્માણમાં પોતે પોતાની બધી ધર્મ-આરાધના ભૂલી ગયો હતો અને અંતિમ સમયે પુષ્કરિણીની ઘેરી આસક્તિને લીધે જે પોતે માનવદેહ ત્યાગી દેકારૂપે એ જ વાવમાં ઉત્પન્ન થયો હતો. અરે રે! મેં ધર્મઆરાધના ચાલુ રાખી હોત તો હું સ્વર્ગનો દેવ બન્યો હોત. પણ નામ અને યશની ભૂખમાં મેં બધું ગુમાવ્યું અને તિર્યંચનો ભવ હું પામ્યો.”
તેને પૂર્વભવમાં કરેલાં પાપોનો પશ્ચાત્તાપ થયો. ભગવાન મહાવીરની દેશના તેને યાદ આવી, એટલે ભાવપૂર્વક ભગવાન મહાવીર સામે જ છે એમ સમજી પોતાના બે પગ ઊભા કરી તે દેડકાએ ભગવાનને ભાવનમસ્કાર કર્યા.
હવે આ દેડકાનો જીવ ખાલી માટીનો આહાર કરતો. બબ્બે દિવસના વ્રત લઈ કંઈ ખાતો નહીં, અને દિનરાત ભગવાન મહાવીરનું સ્મરણ કરતાં શાંતિપૂર્વક જીવતો.
એક દિવસ લોકો જતાં જતાં વાતો કરતા હતા કે પ્રભુ મહાવીર રાજગૃહીમાં પધાર્યા છે. આ સાંભળી દેડકો હર્ષિત થયો અને લોકો જે તરફ જતા હતા તે તરફ કુદકા મારતો જવા લાગ્યો. મનમાં ધ્યાન પ્રભુ મહાવીરનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org